Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકાથી ડિપોર્ટ થઈ અમૃતસર પહોંચેલા ચાર ગુજરાતીઓનું અમદાવાદ એરપોર્ટ પર આગમન

છેલ્લા ૧૨ દિ'માં ૭૪ ગુજરાતીઓ સહિત ૩૩૨ ભારતીયોને સ્વદેશ મોકલાયા

 અમદાવાદ તા. ૧૭: અમેરિકાથી ડિપોર્ટ થયેલા ૩૩ ગુજરાતીઓ અમૃતસર પહોંચ્યા પછી તેમાંથી ૪ ગુજરાતીઓનું અમદાવાદ એરપોર્ટ પર સવારે આગમન થયું હતું. બાકીના ૨૯ બપોરે આવશે અમેરિકા, ૧૨ દિવસમાં કુલ ૭૪ ગુજરાતીઓ સહિત કુલ ૩૩૨ ભારતીયોને સ્વદેશ પરત મોકલ્યા જેમાં મહેસાણા-ગાંધીનગર-અમદાવાદના સૌથી વધુ છે.

અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે રહેતા વિદેશી લોકોને ડિપોર્ટ કરવાનું શરૂૂ કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી સહિત ભારતીયોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા ૧૨ દિવસમાં અમેરિકા દ્વારા ત્રણ તબક્કામાં ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ૧૧૨ ભારતીયોને લઈ અમેરિકન વિમાન રવિવારે અમૃતસર પહોંચ્યું હતું. જેમાં સવાર ૩૩ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જે પૈકીના ૪ ગુજરાતીઓ એક ફ્લાઈટમાં અમદાવાદ આવી પહોંચ્યા છે બાકીના ૨૯ લોકો બપોરે બીજી ફ્લાઈટમાં પહોંચશે.

અમદાવાદ આવી પહોંચેલા ચાર લોકોને પોલીસ પોતાના વાહનમાં બેસાડી તેના વતનમાં લઈ રવાના થઈ હતી.

નોંધનીય છે કે, છેલ્લા ૧૨ દિવસમાં ત્રણ બેચમાં કુલ ૩૩૨ ભારતીયો વતન પરત ફરી ચૂક્યા છે. જેમાં ૭૪ ગુજરાતીઓને સમાવેશ થાય છે.

અમૃતસરથી અમદાવાદ ફલાઈટમાં આવેલા ચાર લોકોમાં મહેસાણા, સુરેન્દ્રનગર અને ગાંધીનગરના એક-એક એરપોર્ટની બહાર આવતા પોલીસ તેઓને લઈ તેમના વતનમાં રવાના થઈ હતી.

નોંધનનીય છે કે, ૧૫ ફેબ્રુઆરી, શનિવારે પણ ૧૧૬ ભારતીયોને લઈને અમેરિકન એરફોર્સનું બીજું વિમાન મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. જેમાં ૬૦થી વધુ પંજાબના અને ૩૦થી વધુ હરિયાણાના હતા. જયારે તેમાં ૮ લોકો ગુજરાતના હતા અને અન્ય ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના હતા. તેમાં મોટા ભાગના લોકો ૧૮ વર્ષથી લઈને ૩૦ વર્ષની ઉંમરના હતા.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જયારથી સત્તામાં આવ્યા છે ત્યારથી તેમણે વિવિધ દેશોના ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને તેમના દેશોમાં પાછા મોકલવાનું શરૂ કરી દીધું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh