Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બેવડી ઋતુની અનુભૂતિઃ મહત્તમ ૩૦.પ ડીગ્રી

છેલ્લા ૪૮ કલાકમાં તાપમાન ર.ર ડીગ્રી ઘટ્યું:

જામનગર તા. ૧૭: જામનગરમાં એક જ દિવસમાં ઠંડી અને ગરમીભરી બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. છેલ્લા ૪૮ કલાકમાં મહત્તમ તાપમાન ર.ર ડીગ્રી સુધી ઘટીને ૩૦.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે બપોરે અનુભવાતી ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો.

જામનગરમાં ગત્ સપ્તાહમાં તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો હતો તેમાં ય શનિવારે મહત્તમ તાપમાન ૩ર.૭ ડીગ્રી નોંધાતા ગરમીમાં વધારો થયો હતો. બપોરે વધારે ગરમી અનુભવાઈ હતી. છેલ્લા ૪૮ કલાકની વાત કરીએ તો સતત વધતા તાપમાન પર બ્રેક લાગી ગઈ છે. મહત્તમ તાપમાનનો પારો ર.ર ડીગ્રી સુધી નીચે શરકીને ૩૦.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાનમાં થયેલા ઘટાડા અને પવનની ગતિ પણ વધુ રહેતા બપોરે અનુભવાતી ગરમીમાં ઘટાડો થયો હતો.

જામનગરમાં અનુભવાતી ઠંડી અને ગરમીભરી મીશ્ર ઋતુ ગઈકાલે પણ યથાવત્ રહી હતી. નગરમાં બેવડી ઋતુ વચ્ચે આજે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકાએ સ્થિર રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh