Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડમાં ૯ર વર્ષિય નિર્મળાબેને વ્હીલ્ચેરના સહારે કર્યું મતદાન

યુવા વર્ગ માટે વયોવૃદ્ધ મતદારો બન્યા પ્રેરણા

જામનગર તા. ૧૭: જામનગર જિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વયોવુદ્ધ મતદારો પણ ઉત્સાહભેર મતદાન કરી અન્યો માટે પ્રેરણારૂપ બન્યા હતાં. આ વડીલ મતદારે લાકડી કે વ્હીલ ચેરના કારણે પણ મતદાન મથક સુધી પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા હતાં.

દૃષ્ટાંત તરીકે જામનગર જિલ્લાના કાલાવડના મતદાન મથકે એક ૯ર વર્ષિય વયોવૃદ્ધ મહિલા નિર્મળાબેન વોરાએ વ્હીલચેરના સહારે મતદાન મથક સુધી પહોંચી પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો અને મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થઈ અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો. આમ, જામનગર જિલ્લામાં યોજાઈ રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વયસ્ક મતદારોએ પણ મતદાન કરવામાં જાગૃતિ દર્શાવી અન્યો માટે પ્રેરણારૂપ બન્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh