Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈજાગ્રસ્તને ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડાયોઃ
જામનગર તા.૧૭ : જામનગરના ભીમવાસ પાસે ગઈરાત્રે એક યુવાન પર ચારથી પાંચ શખ્સોએ ધારદાર હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. દોડી આવેલી ૧૦૮માં ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે તેનું નિવેદન નોંધવાની તજવીજ કરી છે.
જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક આવેલા ભીમવાસ પાસે ગઈરાત્રે માનવ વઘોરા નામના એક યુવાન પર કોઈ કારણથી ચાર પાંચ જેટલા શખ્સોએ તિક્ષણ હથિયાર વડે હુમલો કરી તેને ગંભીર ઈજા પહોંચાડી હતી. આ વેળાએ મચેલી નાસભાગ વચ્ચે કોઈએ પોલીસ તથા ૧૦૮ને જાણ કરતા બંને દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ પહોંચે તે પહેલાં હુમલાખોરો સ્થળ પરથી નાસી ગયા હતા. પોલીસે ગુન્હો નોંધવાની તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial