Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીમારીથી કંટાળી વૃદ્ધે ખાઈ લીધો ગળાફાંસોઃ
જામનગર તા.૧૭ : જામનગરની પ્રેમચંદ કોલોનીમાં રહેતા એક વૃદ્ધ નબળાઈ અનુભવતા હોવાથી સારવાર કરાવાતી હતી. આ વૃદ્ધે પોતાની બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જોડિયાના જસાપરમાં પરપ્રાંતીય શ્રમિકની પંદર વર્ષની પુત્રીએ અકળ કારણથી વિષપાન કરી જિંદગીનો અંત આણ્યો છે.
જામનગરના પવનચક્કી વિસ્તારથી આગળ આવેલા નવી જેલ રોડ સામેની પ્રેમચંદ કોલોનીની શેરી નં.રમાં રહેતા કિશોરસિંહ ભરતસિંહ રાઠોડ (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ છેલ્લા પચ્ચીસેક વર્ષથી તેમના ભાઈના ઘેર રહેતા હતા અને દારૂનો નશો કરવાની આદત ધરાવતા હતા. થોડા સમયથી તબીયત બગડવાના કારણે નબળાઈ અનુભવતા આ વૃદ્ધને સારવાર અપાવવામાં આવતી હતી.
તે દરમિયાન કંટાળી ગયેલા કિશોરસિંહે ગઈકાલે વહેલી સવારે એક ઓરડામાં સાડી વડે ગાળીયો બનાવી ગળાટૂંપો ખાઈ લીધો છે. તેઓનું મૃત્યુ નિપજ્યાનું સિદ્ધરાજસિંહ ભરતસિંહ રાઠોડે પોલીસમાં જાહેર કર્યું છે.
જોડિયા તાલુકાના જસાપર ગામમાં આવેલા દિનેશભાઈ પનારા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડીબોર ગામના દિનેશભાઈ કબોડાભાઈ બાંભણીયા નામના શ્રમિકના પુત્રી લેંજુબેન (ઉ.વ.૧પ) શનિવારે સાંજે ખેતરમાં પડેલી કોઈ જંતુનાશક દવા પી લીધી હતી. આ તરૂણીને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેણીનું મૃત્યુ નિપજ્યું છે. પિતા દિનેશભાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસે નિવેદન નોંધી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial