Advertisement
Author: નોબત સમાચાર

જામનગર નજીક વસાહતમાં રહેતા એક પરિણીતા લાપત્તા બનતા પોલીસ દ્વારા શોધ

મેગી લેવા જવાનું કહીને થઈ ગયા ગુમઃ

જામનગર તા.૧૭ : લાલપુરના જોગવડ ગામ પાસે વસાહતમાં રહેતા દેવીપૂજક યુવાનના પત્ની શનિવારે બપોરે એક દુકાને સામાન લેવા જવાનું કહીને નીકળ્યા પછી ક્યાંક ચાલ્યા ગયા છે. પોલીસે તેણીની શોધ આરંભી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રાણીશીપ પાસે આરાધના ગેસ નજીક વસવાટ કરતા સુરેશ જલાભાઇ પરમાર નામના દેવીપુજક યુવાનના પત્ની સુનીતાબેન (ઉ.વ.૩૦) શનિવારે બપોરે સાડા બારેક વાગ્યે પોતાના ઘરેથી દુકાને મેગી લેવા જેવાનું કહીને નીકળ્યા પછી ક્યાંક ચાલ્યા ગયા છે.

રાત્રિ સુધી પતિ સુરેશભાઈ એ તમામ સંભવિત સ્થાનોએ તપાસ કર્યા પછી પણ પત્નીનો પત્તો નહીં લાગતા આખરે પોલીસને જાણ કરી છે. મેઘપર પોલીસે ગુમનોંધ દાખલ કરી આ મહિલાનો ફોટો તથા વર્ણન મેળવી તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh