Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાના રેલવે સ્ટેશન પાસે બાવળની ઝાળીમાંથી બંદુક સાથે એક શખ્સ ઝડપાયો

ડીવાયએસપી કચેરી સ્ટાફનો દરોડોઃ

જામનગર તા. ૧૭: ખંભાળીયાના રેલવે સ્ટેશન પાસે આવેલી બાવળની ઝાળીમાંથી શનિવારે બપોરે જઈ રહેલા એક શખ્સને ખંભાળીયા સ્થિત ડીવાયએસપી કચેરીના સ્ટાફે પકડી પાડી તેના કબજામાંથી હાથ બનાવટની બંદુક કબજે કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.

ખંભાળીયા શહેરમાં રેલવે સ્ટેશન પાસેથી પસાર થતા એક શખ્સ પાસે અગ્નિશસ્ત્ર લેવા અંગે ખંભાળીયા સ્થિત ડીવાયએસપી કચેરીના સ્ટાફને બાતમી મળતા શનિવારે બપોરે પોલીસ કાફલો ત્યાં વોચમાં ગોઠવાયો હતો.

આ વેળાએ રેલવે સ્ટેશન પાછળ આવેલી બાવળની ઝાળીમાંથી પસાર થઈ રહેલા ખંભાળીયાના એસટી બસ સ્ટેન્ડ પાછળ રહેતા દેવાભાઈ ભીખુભાઈ વાઘેલા નામના શખ્સને રોકી પોલીસે તેની તલાશી લીધી હતી.

આ શખ્સના કબજામાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક મળી આવી હતી. પોલીસે બંદુક કબજે કરી દેવાભાઈ વાઘેલા સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેની ધરપકડ કરી છે અને બંદુક કબજે કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh