Advertisement
Author: નોબત સમાચાર

માતંગ દેવ જન્મજ્યંંતી નિમિત્તે જામનગરમાં ભવ્ય શોભાયાત્રા

બારમતી ૫ંથને અનુસરતા ભાવિકો, ઉપવાસીઓ, ધર્મગુરૂઓ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા

મહેશ્વરી મેઘવાર સમાજ દ્વારા સમાજના ઈષ્ટદેવ શ્રી ધણી માતંગદેવ જન્મજ્યંતી મહોત્સવ-ર૦રપની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડથી આ શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી. જે એસ.ટી. રોડ, જોલીબંગલો, હવાઈચોક, બેડીગેઈટ, કે.વી. રોડ, મહેશ્વરીનગર થઈ સ્વામિનારાયણનગર પાસે પહોંચીને પૂર્ણ થઈ હતી. ત્યારપછી મહાપ્રસાદ યોજાયો હતો. મહેશ્વરી મેઘવાર સમાજને બોધ આપીને મહેશ્વરી સંપ્રદાયની સ્થાપના કરનારા ઈષ્ટદેવ ધણી માતંગ દેવના બારમતી પંથને અનુસરતા મહેશ્વરી મેઘવાર સમાજના ભાવિકો દ્વારા માઘ માસમાં ધણી માતંગ દેવે સૂચવેલા તપ મુજબ ઉપવાસ કરવામાં આવે છે. જેની પૂર્ણાહુતિ ધણી માતંગદેવ જન્મજ્યંતી નિમિત્તે થાય છે. તેથી મહેશ્વરી સમાજ, ઉપવાસીઓ તેમજ ધર્મગુરૂઓ દ્વારા ધણી માતંગદેવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ધર્મગુરૂ દિનેશભાઈ માતંગ, હિતેષભાઈ માતંગ, સામતભાઈ માતંગ, મહેશભાઈ માતંગ, સુરેશભાઈ ભાગવત, ગિરીશભાઈ ભાગવત, સમાજના અગ્રણીઓ, દીપુભાઈ પારિયા (પૂર્વ કોર્પોરેટર), વિજયભાઈ દાફડા, કિશનભાઈ નંજાર, એડવોકેટ બિપીનભાઈ ડગરા, જ્યંતિભાઈ વારસાખીયા, ભરતભાઈ ધુલિયા,  સુરેશભાઈ પરમાર, જીવણભાઈ જોડ, કોર્પોરેટર-દંડક, સમજુબેન, દીપુભાઈ પારિયા, રાજેશભાઈ બી. જાદવ, વિજયભાઈ નંજાર, અશોકભાઈ વારસખીયા, કિરણભાઈ ફફલ વિગેરે જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh