Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાત જજની બદલીનો અપાયો આદેશ
જામનગર તા. ૧૭: રાજ્યના જુદી જુદી અદાલતોમાં ફરજ બજાવતા ન્યાયાધિશો પૈકીના સાત ન્યાયધિશોની બદલીનો આદેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં જામનગરના એક એડિશનલ સેસન્સ જજની બદલીનો હુકમ આપ્યો છે. તેઓને સુરેન્દ્રનગર મૂકવામાં આવ્યા છે.
રાજ્યમાં ડિસ્ટ્રીક્ટ જજ કક્ષાના સાત ન્યાયાધિશની રાજ્યની વડી અદાલતે બદલીનો આદેશ કર્યો છે. જેમાં જામનગરના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ એમ.કે. ભટ્ટની બદલી કરવામાં આવી છે.
શનિવારે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલા બદલીના હુકમ અંતર્ગત જામનગરના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ માધવીબેન કેતનભાઈ ભટ્ટની સુરેન્દ્રનગર સ્થિત ફેમિલી કોર્ટમાં પ્રિન્સિપાલ જજ તરીકે બદલી કરવામાં આવી છે.
તે ઉપરાંત જૂનાગઢ, અમદાવાદ, ભૂજ, ગાંધીધામના અન્ય છ ન્યાયાધિશોની બદલીઓના હુકમ પણ કરવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial