Advertisement
Author: નોબત સમાચાર

બેટ દ્વારકા સ્થિત સોનેકી દ્વારકા પાવન ધામમાં ફાયર સેફ્ટીનો અભાવ થયો ઉજાગર

'નોબત'ના અહેવાલ પછી સ્થળ તપાસમાં ઘટસ્ફોટઃ

ઓખા તા.૧૭ : બેટ દ્વારકામાં આવેલા સોનેકી દ્વારકા પાવનધામમાં ફાયર સેફટી અંગે અભાવ હોવાનો અહેવાલ 'નોબત' દ્વારા પ્રસિદ્ધ કરાયા પછી તે સ્થળની જિલ્લા ચીફ ફાયર ઓફિસરે જાત મુલાકાત કરી ફાયર સેફટીના અભાવને નજરે નીહાળ્યો છે. સંચાલકો સામે કડક કાર્યવાહીના નિર્દેશો પ્રાપ્ત થઈ રહ્યા છે.

ઓખામંડળમાં આવેલા બેટ દ્વારકા સ્થિત સોનેકી દ્વારકા- પાવનધામમાં અગ્નિકાંડ સર્જાઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરતો અહેવાલ 'નોબત' દ્વારા પ્રસિદ્ધ કરાયો હતો. જેના પગલે તંત્ર સફાળુ જાગ્યું હતું. ત્યાંના સંચાલકોને નોટીસ પાઠવી ફાયર સેફ્ટીનો અભાવ પૂર્ણ કરવા સૂચના અપાયા પછી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચીફ ફાયર ઓફિસરે સ્થળ મુલાકાત કરી હતી.

તે દરમિયાન સોનેકી દ્વારકામાં ફાયર સેફટીના જે સાધનો મુકવામાં આવ્યા છે તે શોભાના ગાંઠીયાસમાન એટલે કે બિનકાર્યક્ષમ સ્થિતિમાં હોવાનું ચીફ ફાયર ઓફિસર મીતરાજસિંહ પરમારને જણાઈ આવ્યંુ છે. તે ઉપરાંત આવી કોઈ દુર્ઘટના બને ત્યારે અંદર રહેલા લોકોને ઉપયોગી બને તેવી ઈમરજન્સી એક્ઝિટનું નિર્દેશન પણ નીહાળવામાં આવ્યું હતું.

આ અધિકારીની વિઝીટ વખતે ત્યાં ચલાવાતી પાનની દુકાનોના શટર પાડી નાખવામાં આવ્યા હતા. તેમ છતાં ફાયર સેફટીમાં ખામી જણાઈ આવતા આકરા પગલાંની સંભાવના જવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, સોનેકી દ્વારકા-પાવનધામમાં રોજેરોજ હજારો યાત્રાળુઓ આવી રહ્યા છે. ત્યારે જીવના જોખમે ધમધમતા આ સ્થળ વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય અને યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે અનિવાર્ય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh