Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય પાંચેક વ્યક્તિને ઈજાઃ ટ્રક સ્થળ પરથી પલાયનઃ
જામનગર તા.૧૭ : જોડિયાના બાલંભા પાસે આજે સવારે કચ્છથી દ્વારકા જઈ રહેલા પદયાત્રી સંઘને અકસ્માત નડ્યો છે. સાડા ચારેક વાગ્યે રોડના કિનારે ચાલ્યા જતાં યાત્રાળુઓને પાછળથી કાળ બનીને ધસી આવેલા એક અજાણ્યા વાહને ઠોકર મારતા સ્થળ પર જ ત્રણ મહિલાના મૃત્યુ નિપજ્યા છે. અન્ય પાંચેક વ્યક્તિને ઈજા થઈ છે. બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી છે.
જોડિયા તાલુકાના બાલંભા ગામ પાસેથી આજે સવારે સાડા ચારેક વાગ્યે દ્વારકા તરફ ચાલીને જતાં કચ્છના યાત્રાળુનો એક સમૂહ રોડની સાઈડમાં ચાલ્યો જતો હતો ત્યારે આ પદયાત્રીઓને પાછળથી ટ્રક કે તેવા કોઈ ભારે વાહને હડફેટે લીધા હતા.
ટ્રકની ઠોકરે ચઢી ગયેલા પદયાત્રી સમૂહમાં દ્વારકા જઈ રહેલા ત્રણ મહિલા પદયાત્રી ટ્રકના તોતિંગ પૈંડા હેઠળ ચગદાઈ જતાં તેઓના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે બીજા પાંચેક જેટલા પદયાત્રીઓ પણ ટ્રકની ઠોકરથી ઘવાયા છે.
વહેલી સવારે સર્જાયેલા આ અકસ્માતના પગલે નાસભાગ મચી હતી. અકસ્માત સર્જનાર ટ્રક સ્થળ પરથી પલાયન થઈ ગયો છે. બનાવની જાણ થતાં જોડિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ધસી આવ્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે જોડિયાની રેફરલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હિટ એન્ડ રનના આ બનાવની પોલીસે તપાસ શરૂ કરી છે.
જે પદયાત્રીઓ અકસ્માત નો ભોગ બન્યા છે. તેમના પરિવારને જાણ કરવામાં આવતા કચ્છ પંથકમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial