Advertisement
Author: નોબત સમાચાર

એલ.જી. હરિઆ સ્કૂલના યજમાન પદે ૭૬મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટની તમામ સંસ્થાઓ દ્વારા

જામનગર તા. ૧: જામનગરની એલ.જી. હરિઆ સ્કૂલના યજમાન પદે ઓશવાળ એજ્યુક્ેશન ટ્રસ્ટની તમામ સંસ્થાઓ દ્વારા સંયુક્તપણે ૭૬ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ટ્રસ્ટના ઓનરરી સેક્રેટરી ચંદુભાઈ શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટીઓ ડો. ભરતેશ શાહ, કલાબેન શાહ, જયશ્રીબેન માલદે, ગીતાબેન છેડા, દિપાલી પંડ્યા, વિવિધ સંસ્થાના આચાર્યો, સુપરવાઈઝરો, સ્ટાફ, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. જી. એચ. જી. ડી. ડી.એન. કોલેજના વિદ્યાર્થીની એનસીસી પરેડ યોજાઈ હતી. આચાર્ય ધવલ પટ્ટે સૌનું સ્વાગત કર્યું હતું. શાળાના વિદ્યાર્થી તેજસ માંગાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. શાળાના શિક્ષિકા હીનલ શાહે આભારદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત નહીં રહેલા ચેરમેન જયંતિભાઈ હરિઆ, ટ્રસ્ટી કંચનબેન હરિઆ, મેનેજીંગ ટ્રસ્ટી રમણિકભાઈ શાહે શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh