Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડુંગળીની ડિલિવરી કરાયા પછી રકમ ન ચૂકવાઈઃ
જામનગર તા.૧૭ : જામનગરની એક પેઢી પાસેથી ગયા મહિને રૂ.૧૬ લાખ ઉપરાંતની સુકી ડુંગળી ખરીદવા માટે રાજસ્થાનની એક પેઢીના પ્રોપરાઈટર તરીકે વાત કરી એક શખ્સે જામનગર તથા ભાવનગરના બે શખ્સને રાખી ડુંગળીની ડિલિવરી મેળવી લીધા પછી ઠેગો બતાવી દેતા ત્રણેય સામે છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ કરાઈ છે.
જામનગરમાં પંડિત નહેરૂ માર્ગ પર આવેલી ઓશિયાનીક ફૂડ લિમિટેડ નામની પેઢી સાથે ગયા જાન્યુઆરી મહિનામાં રાજસ્થાનના સિગ્મા એન્ટરપ્રાઇઝ નામની પેઢીના પ્રોપરાઇટર તરીકે ઓળખ આપી એક શખ્સે પોતાનું નામ રવિકુમાર નાઈ હોવાનું જણાવ્યું હતું. આ શખ્સે જામનગરના રાહુલ ગાગીયા તથા ભાવનગરના નિકુંજ ગોસ્વામી નામના બે શખ્સને સાથે રાખી જામનગરની પેઢીના કર્મચારી સાથે વાતચીત કરી હતી.
તેણે ઓશિયાનીક ફૂડ લિમિટેડ પાસેથી રૂ.૧૬ લાખ ઉપરાંતની ડુંગળી ખરીદવા ઇચ્છતા હોવાનું જણાવ્યું હતું. આ શખ્સોએ વાતોની જાળ પાથરી પેઢી પાસેથી જાન્યુઆરી મહિનાની તા.૭થી તા.૩૦ સુધીમાં રૂ. ૧૬, ૫૧, ૬૫૦ની કિંમતની ડુંગળી ખરીદી લીધી હતી. તે પછી આ ડુંગળીના આપવાના થતા પૈસા ચૂકવવામાં ન આવતા ઓશિયાનીક ફૂડ લિમિટેડ તરફથી તેના કર્મચારી જયદીપ મહેન્દ્રભાઈ ભૂતે જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રવિ નાઈ, રાહુલ ગાગીયા તથા નિકુંજ ગોસ્વામી સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial