Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭: કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત એ.બી. વિરાણી કન્યા છાત્રાલયમાં ૭૬મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ મનસુખભાઈ રાબડીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે પ્રાસંગિક ઉદ્બોધનમાં મનસુખભાઈ રાબડીયાએ વિદ્યાર્થિનીઓને અભ્યાસની સાથે સ્વચ્છતા અભિયાનમાં સામેલ થવા ઉપરાંત નાગરિક સંરક્ષણ, ટ્રાફિક નિયમન અને પાણીનો સમજદારી પુર્વક ઉપયોગ કરવા તેમજ બંધારણીય ફરજો અદા કરી આદર્શ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સહમંત્રી રમેશભાઈ વેકરીયા, કારોબારી સભ્ય મનસુખભાઈ ભંડેરી, તરૂણભાઈ વિરાણી, દિનેશભાઈ સભાયા, શાળાના જયશ્રીબેન ઉપાધ્યાય, અનસુયાબેન સહિત શિક્ષણ ગણ અને વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial