Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સગીરાને ચૂકવાશે સાત લાખનું વળતરઃ
જામનગર તા. ૧૭: ખંભાળિયા પંથકમાં રહેતા એક પરિવારની માનસિક બીમારીનો ભોગ બનેલી સગીરા પર થોડા સમય પહેલા એક શખ્સે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ પોલીસમાં કરાઈ હતી. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ ચાલી જતાં ખંભાળિયા સ્થિત પોક્સો અદાલતે આરોપીને ર૦ વર્ષની કેદ અને રૂ. ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. ભોગ બનનારને રૂ. સાત લાખ વળતર પેટે ચૂકવવામાં આવશે.
ખંભાળિયા પંથકમાં રહેતા એક પરિવારની સગીર પુત્રી પર થોડા મહિનાઓ પહેલા રાજેશ હરિલાલ કોટક નામના શખ્સે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં જે-તે વખતે ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં ભોગ બનનાર સગીરા માનસિક બીમારીનો ભોગ બનેલી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.
ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે ગુન્હો નોંધી આરોપી રાજુ ઉર્ફે રાજેશ હરિલાલની ધરપકડ કરી હતી. તે કેસ ખંભાળિયાની ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે ભોગ બનનાર સગીરાની જુબાની તેમજ અન્ય પુરાવા અને સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલી દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી હરિલાલ કોટક ઉર્ફે રાજુને તક્સીરવાન ઠરાવી ર૦ વર્ષની કેદની સજા અને રૂ. ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. ભોગ બનનાર સગીરાને કમ્પેઈન સેશનમાંથી રૂ. સાત લાખ વળતર પેટે ચૂકવી આપવા કોર્ટે આદેશ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial