Advertisement
Author: નોબત સમાચાર

તરસાઈ ગામમાં વોકળામાંથી રેતી ભરવાની ના પાડતા ચાર શખ્સ લાકડીથી તૂટી પડ્યા

અગાઉની માથાકૂટનો ખાર રાખી હુમલોઃ

જામનગર તા.૧૭ : જામનગરના રેલવે સ્ટેશન પાસે શનિવારે રાત્રે એક હોટલ નજીક બેડીના યુવાનને આંતરી બે શખ્સે અગાઉની માથાકૂટનો ખાર રાખી માર માર્યાે હતો. જ્યારે જામજોધપુરના તરસાઈમાં વોકળામાંથી રેતી ભરવાની ના પાડતા બે યુવાન તથા તેમના પિતાને ચાર શખ્સે લાકડીથી ફટકાર્યા હતા.

જામનગરના બેડી વિસ્તારમાં આવેલી સીદી ફળીમાં વસવાટ કરતા એજાઝ અનવર સંઘાર નામના યુવાનને શનિવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે ગાંધીનગર નજીક રેલવે સ્ટેશનની બહાર એક હોટલ પાસે રીઝવાન સાઇચા તથા રીયાઝ સાઈચા નામના બે શખ્સે રોકી લીધો હતો. થોડા દિવસ પહેલા રીઝવાન સાઈચા સાથે તેને થયેલી બોલાચાલીનો ખાર રાખી એજાઝને આ બંને શખ્સે ગાળો ભાંડી માર માર્યો હતો. જેમાં રીઝવાને ફડાકા ઝીંક્યા હતા અને રિયાઝે ઢીકાપાટુથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને સામે સિટી બી ડિવિઝનમાં ફરિયાદ કરાઈ છે.

જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના વાડી વિસ્તારમાં રહેતા મેસુરભાઈ રાજાભાઈ કોડીયાતર ગઈકાલે સવારે પોતાના ખેતર નજીક વોકળામાં ચાળીને રાખેલી રેતી ભરી જતા વિજય લાખા મુછાર તથા રામા લાખા મુછાર, મેહુર અરજણ મુછાર, કાના દેવા મુછારને રેતી ભરવાની ના પાડતા ઉપરોક્ત ચાર શખ્સે ગાળો ભાંડી લાકડીથી હુમલો કર્યાે હતો. વચ્ચે પડનાર મેસુરભાઈના પિતા રાજાભાઈ તથા ભાઈને પણ માર મારી આ શખ્સોએ ધમકી આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh