Advertisement
Author: નોબત સમાચાર

નારણપર પાસે સ્પીડબ્રેકર ઠેક્યા પછી બાઈક ફંગોળાયું

બાઈકચાલકને થઈ ઈજાઃ

જામનગર તા.૧૫ : જામનગર-સમાણા રોડ પર નારણપર પાસે ગઈકાલે સાંજે સ્પીડબ્રેકર ઠેકી જનાર બાઈક ચાલક ફેંકાઈ ગયા હતા. તેને સારવાર માટે જામનગરની જીજીહોસ્પિટલમાં ખસેડાયા છે.

જામનગર-સમાણા રોડ પર આવેલા નારણપર ગામ પાસેથી ગઈકાલે સાંજે જીજે-૧૦-આર ૨૮૬૯ નંબરનું બાઈક પસાર થયું હતું. તેના ચાલકે સ્પીડમાં ત્યાં આવેલું સ્પીડબ્રેકર ટપાડતા બાઈક કાબુ બહાર ગયું હતું.

બાઈક પરથી તેનો ચાલક ફંગોળાઈને રોડ પર પડી ગયો હતો. ત્યાં હાજર વ્યક્તિઓએ ૧૦૮ને જાણ કરી હતી. દોડી આવેલી એમ્બ્યુલન્સમાં ઈજા ગ્રસ્તને સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh