Advertisement
Author: નોબત સમાચાર

જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયેલા પ્રૌઢનું સારવાર દરમિયાન થયું મૃત્યુ

હૃદય ધબકારો ચૂકી જતાં નવાગામ ઘેડના યુવાનનું થયું મૃત્યુ

જામનગર તા.૧૭ : જામનગરના નવાગામ ઘેડમાં રહેતા એક યુવાનનું હૃદય ધબકારો ચૂકી જતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ પરપ્રાંતીય પ્રૌઢ પર કાળનો પંજો પડ્યો છે.

જામનગરના નવાગામ ઘેડમાં વસવાટ કરતા શૈલેષભાઈ રામજીભાઈ ગોહિલ નામના રજપૂત યુવાન શુક્રવારે બપોરે ઓશવાળ કોલોનીની શેરી નંબર એક પાસે હતા ત્યારે તેઓને છાતીમાં દુખાવો ઉપડતા ઢળી ૫ડ્યા હતા. તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું કપિલભાઈ હરિભાઈ પાગસારાએ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે.

જામનગરની જી.જી. હોસ્પિટલની પાછળ નવી ઈમારતમાં પાંતમા માળે આવેલા ડો. પાઠકના વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા નવાગામ ઘેડની ઈન્દિરા સોસાયટીવાળા રામબાબુ લૈલુમલ ગુપ્તા (ઉ.વ.પ૬) નામના પ્રૌઢનું સારવાર દરમિયાન ગઈરાત્રે મૃત્યુ નિપજ્યું છે. સમાજસેવક હિતેશગીરી ગોસાઈએ પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh