Advertisement
Author: નોબત સમાચાર

ચીનના સિયુઆનમાં આજે પ.૧ ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાતા ફેલાયો ગભરાટ

નેપાળમાં તબાહી સર્જનાર પૂર હોનારત પછી

                                                                                                                                                                                                      

કાઠમાંડુ તા. ર૮: નેપાળમાં હોનારત પછી ચીન સિયુઆનમાં પ.૧ ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

નેપાળ સરહદ નજીક ચીનના સિયુઆન પ્રાંતમાં આજે શુક્રવારે પ.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. લોંગચાંગ શહેરમાં કેન્દ્રબિંદુ ધરાવતા આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સિયુઆન ભૂસ્તરશાસ્ત્રીય રીતે સંવેદનશીલ વિસ્તાર હોવાથી તંત્ર સતર્ક બન્યું છે. સદ્નસીબે કોઈ જાનહાની કે મોટા નુક્સાનના અહેવાલ નથી.

નેપાળ અને તિબેટ સરહદે સર્જાયેલી ભોટેકોશી પુર ત્રાસદી અને ભૂસ્ખલનની ઘટનાઓ વચ્ચે હવે પડોશી દેશ ચીનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. શુક્રવારે દક્ષિણ-પશ્ચિમ ચીનના સિયુઆન પ્રાંતમાં આવેલા ભૂકંપના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને લોકો સાવચેતીના ભાગરૂપે સતર્ક થઈ ગયા હતાં. ચીનમાં ભૂકંપની ગતિવિધિઓ પર નજર રાખતી સત્તાવાર સંસ્થા 'ચાઈના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટર'ના અહેવાલ મુજબ આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર પ.૧ નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ સિયુઆન પ્રાંતના લોંગચાંગ સેન્ટરના અહેવાલ મુજબ આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ સિયુઆન પ્રાંતના લોંગચાંગ શહેરમાં જમીનની અંદર સ્થિત હતું.

સિયુઆન પ્રાંત ભૂસ્તરશાસ્ત્રીય દૃષ્ટિએ ફોલ્ટ લાઈન પર આવેલો હોવાથી ભૂતકાળમાં પણ અનેક મોટા અને વિનાશક ભૂકંપોનો સાક્ષી રહી ચૂક્યો છે. આ જ કારણ છે કે સામાનય આંચકા આવતા જ સ્થાનિક નાગરિકો અને આપત્તિ વ્યસ્થાપન તંત્ર તાત્કાલિક સાવધ થઈ જાય છે.

રિક્ટર સ્કેલ પર પ.૧ ની તીવ્રતાનો ભૂકંપ મધ્યમ સ્તરની ગણવામાં આવે છે, જેનાથી નબળા બાંધકામો ધરાવતી ઈમારતોમાં તિરાડો પડવાની કે હળવા નુક્સાનની શક્યતા રહે છે. હાલના તબક્કે આ ઘટનામાં કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થવાના કે કોઈ મોટું માળખાકીય નુક્સાન થયાના સમાચાર સામે આવ્યા નથી. સ્થાનિક વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh