Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે નહીંવત્ વરસાદઃ
ખંભાળિયા તા. ર૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે નહીંવત્ વરસાદ થયો હોવાથી સૌની યોજના મારફત નર્મદાના પાણીથી ઘી ડેમ, સિંહણ ડેમ, સાની ડેમ, ગઢકી ડેમ ભરવાનું આયોજન જાહેર થયું હતું.
પરંતુ વારંવાર પાણીનો પ્રવાહ બંધ થઈ જવો, અપૂરતા ફોર્સના કારણે ઘી ડેમની ઉપરના ચેકડેમો અને તળાવો પણ ભરાયા નથી.
આ યોજનાની લાઈનોમાં ફોલ્ટ થવાથી પાણીની સ્થિતિ અનિયમિત થઈ છે. ઘી ડેમ સુધી હજુ એક પણ ટીપું પાણી પહોંચ્યું જ નથી, જેથી સૌની યોજનામાં વધુ લાઈનો ચાલુ કરવા અને અવિરત પ્રવાહ ચાલુ રહે તેવી વ્યવસ્થા તાત્કાલિક કરવાની જરૂર છે.
ઘી ડેમમાં પાણી ભરાય તો ખંભાળિયા શહેર અને આસપાસના રર જેટલા ગામોને પીવાના પાણીની સમસ્યામાં રાહત થાય તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial