Advertisement
Author: નોબત સમાચાર

મધુરમ સોસાયટી પાસે પાણીના ટાંકા નજીક જુગાર રમતા બે મહિલા સહિત સાત પકડાયાઃ રૂા. ૧.૮૬ લાખનો મુદ્દામાલ

જુગારના સાત દરોડામાં બે મહિલા સહિત ૫૧ ઝડપાયાઃ એક ફરારઃ રૂપિયા પોણા ત્રણ લાખનો મુદ્દામાલ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરના નવાગામ ઘેડમાં મધુરમ સોસાયટી નજીક ગઈકાલે એલસીબીએ પાડેલા દરોડામાં બે મહિલા સહિત સાત વ્યક્તિ તીનપત્તી રમતા પકડાયા છે. રોકડ, મોબાઈલ સહિત રૂા.૧,૮૬,૦૦૦નો મુદામાલ કબજે કરાયો છે. કુલ સાત દરોડામાં બે મહિલા સહિત ૫૧ વ્યક્તિ તીનપત્તી રમતા મળી આવ્યા છે અને એક નાસી ગયો છે. પોણા ત્રણ લાખનો મુદામાલ કબજે કરાયો છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુરમ સોસાયટી પાસે પાણીના ટાંકા નજીક ગઈકાલે સાંજે કેટલાક વ્યક્તિ જુગાર રમતા હોવાની બાતમી એલસીબીના મયુદીન સૈયદ, હિતેન્દ્રસિંહને મળતા પીઆઈ વી.બી. ચૌધરીની સૂચના અને પીએસઆઈ એમ.વી. ભાટીયાના વડપણ હેઠળ એલસીબી ટીમે દરોડો પાડયો હતો. આ સ્થળે ગંજીપાનાથી જુગાર રમતા રામદેવસિંહ રતુભા ગોહિલ, અફઝલ લતીફભાઈ ખફી, ધર્મેન્દ્રસિંહ પોલુભા જાડેજા, હમીદ હુશેનભાઈ ઘુમરા, મયુર દેવશીભાઈ આલ, રંજનબેન છગનભાઈ પરમાર ઉર્ફે મંજુબેન તથા આનંદબા લખમણજી વાઢેર નામના સાત વ્યક્તિ મળી આવ્યા હતા. પટમાંથી રૂા. ૬૧ હજાર રોકડા, ત્રણ મોબાઈલ, બે બાઈક મળી કુલ રૂા. ૧,૮૬,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

જામનગરના નાનકપુરી વિસ્તારમાં રાવલવાસમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા રાજેશ નરસીભાઈ ગોહિલ, રવિ મુળજીભાઈ ડાભી, માનસીંગ દેવજીભાઈ પરમાર, મુન્નાભાઈ જીવાભાઈ ડાભી, વિજય દેવસીભાઈ ગોહીલ, સંજય હરીભાઈ પરમાર, હેમુ જેન્તિભાઈ પરમાર, કમલેશ બચુભાઈ પરમાર નામના આઠ શખ્સ પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા. પટમાંથી રૂા. ૧૦,૩૪૦ ઝબ્બે લેવાયા હતા.

કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં ગઈ રાત્રે ગંજીપાના વડે જુગાર રમતા કેશુભાઈ ખીમજીભાઈ ઘાડીયા, ભરત રમેશભાઈ ગીણોયા, અશોક ધીરજભાઈ ગીણોયા, રાજેશ કારૂભાઈ ઠુંમર, સંગરામ કાનાભાઈ બાંભવા, ખેતાભાઈ ભીખાભાઈ ભુંડીયા, જીતેશ પ્રેમજીભાઈ શીંગાળા નામના સાત શખ્સ રૂા. ૧૯ હજાર રોકડા સાથે પકડાઈ ગયા હતા.

જામનગરના રણજીત સાગર રોડ પર અટલ આવાસ પાસે ખુલ્લી જગ્યામાં ગઈરાત્રે ગંજીપાના કૂટતા હરીશ રમણીકભાઈ ચુડાસમા, અક્ષય નાથાભાઈ ચુડાસમા, તુલસી રમેશભાઈ રાણ, લાલાભાઈ કનુભાઈ સોલંકી, નરેશ કરશનભાઈ, નાનુભા રામસંગજી જાડેજા, પ્રકાર નવલભાઈ ઝાલા, વિજય ભૂપતભાઈ ગજરા, ભાવિન રમેશભાઈ મુંજાલ, મિલન હરીશભાઈ ચાંદ્રા નામના દસ શખ્સ પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા. પટમાંથી રૂા. ૧૦,૨૪૦ કબજે કરાયા છે.

લાલપુરની ઉગમણી સીમમાં એક ખરાબામાં ગઈકાલે રાત્રે જુગાર રમતા કિરણ કુરજીભાઈ ભાલોડીયા, અરજણભાઈ કરાભાઈ ગોજીયા, જયેશ રમણીકભાઈ પટેલ, સંજય ગાંગાભાઈ અઘેરા, રાજેશ કરશનભાઈ ભાલોડીયા, ભરત મગનભાઈ રાબડીયા નામના છ શખ્સ પકડાઈ ગયા હતા. હિરેન વિનોભાઈ રાબડીયા નામનો શખ્સ નાસી ગયો હતો. પટમાંથી રૂા. ૨૭,૪૫૦ ઝબ્બે લેવામાં આવ્યા છે.

જામનગરના ગોકુલનગર પાસે મારૂતિનગરની શેરી નં. ૫માં ગઈકાલે સાંજે તીનપત્રી રમતા ધવલ મુકેશભાઈ મસાલીયા, કરણ મુકેશભાઈ ધંધુકીયા, જયેશ અશોકભાઈ કોળી, પોપટભાઈ નારણભાઈ કોળી, મુકેશ મંગાભાઈ બાવળીયા, ધનજીભાઈ ભીખુભાઈ કોળી નામના છ શખ્સ પકડાઈ ગયા હતા. પટમાંથી રૂા. ૧૦,૩૮૦ ઝબ્બે લેવાયા છે.

જામનગરના મોરકંડા રોડ પર સેટેલાઈટ પાર્ક સામે ૬૬ કેવી સબસ્ટેશન નજીક ગઈરાત્રેે તીનપત્તી રમતા રાહુલ કીશોરભાઈ માંડવીયા, શંકર જગદીશભાઈ દેગામા, અનિલ રાજેશભાઈ કોળી, જયેશ મનુભાઈ પાટડીયા, વિજય રમેશભાઈ કોળી, મેહુલ અમરશીભાઈ કોળી, હરપાલસિંહ નવલસિંહ ઝાલા નામના સાત શખ્સને પોલીસે પકડી લઈ રૂા. ૧૦,૦૫૦ કબજે કર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh