Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતે આવતીકાલ પર રાખી છે સુનાવણીઃ
જામનગર તા. ૨૮: જામનગરના પ્રદર્શન મેદાનમાં આગામી તા. ૧ થી લોકમેળાનો પ્રારંભ થઈ રહ્યો છે તે પહેલા એક સામાજીક કાર્યકરે દીવાની અદાલતમાં દાવો નોંધાવતા આવતીકાલે જામનગર કલેકટર તેમજ એસપી અને મ્યુનિ. કમિશનરને અદાલતમાં હાજર રહેવા આદેશ કરાયો છે.
જામનગરના સાત રસ્તા નજીક આવેલા પ્રદર્શન મેદામાં આગામી મંગળવારથી લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આયોજનમાં બેદરકારી અને જાહેર સુરક્ષા લક્ષ્યમાં લેવામાં ન આવી હોવાની રજૂઆત સાથે એક સામાજીક કાર્યકરે જામનગર સિવિલ કોર્ટમાં દાવો નોંધાવતા અદાલત દ્વારા મોટર વિહિકલ એકટ અને વર્ષ ૨૦૨૪ની સેફટી એસઓપી ના ભંગ બદલ જિલ્લા કલેકટર, એસપી, મ્યુનિ. કમિશનરને આવતીકાલે હાજર રહેવા જણાવાયુ છે.
વધુ વિગત મુજબ સરકારી ખાતાને આપેલી નોટિસ પિરીયડ માફ કરીને તમામ પ્રતિવાદીઓને ટૂંકી મુદતની કારણદર્શન નોટીસ પાઠવવામાં આવી છે. અરજદારે જણાવ્યા મુજબ પ્રદર્શન મેદાનમાં યોજાતા લોકમેળા અંગે પ્લોટ ફાળવણી અને ટેન્ડર પ્રક્રિયા પર સવાલ ઉઠાવાયા છે. તેઓએ તાત્કાલિક વચગાળાના મનાઈ હુકમની માંગણી કરી છે .
લોકમેળો શહેર વિસ્તાર ની બહારની કોઈપણ ખુલ્લી જગ્યામાં યોજવા માટે દાવો કરાયો છે જેથીએસઓપીનું પાલન થઈ શકે. હાલમાં પ્રદર્શન મેદાનમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બાજુમાં જ હંગામી રીતે એસટી ડેપો કાર્યરત છે અને તેના કારણે મેળામાં આવતા લોકોને પાર્કિંગની પૂરતી જગ્યા નહીં મળી શકે અને કટોકટીના સમયે ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ ત્યાં નહી જઈ શકે તેમ જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial