Advertisement
Author: નોબત સમાચાર

ભીમવાસની શેરીઓમાં આવેલા મકાન તોડવા સામે મનાઈહુકમ માંગતો દાવો રદ્દ કરાયો

કોર્પોરેશનની તરફેણમાં કરાયો હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક ભીમવાસની શેરી નં.૧, ર, ૩માં જામ્યુકો મકાન ખાલી ન કરાવે કે પાડી ન નાખે તે માટે મનાઈહુકમ માંગતો દાવો અદાલતમાં કરાયો હતો. તે દાવા અન્વયે રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે વાદીનો દાવો ખર્ચ સાથે રદ્દ કર્યાે છે.

જામનગરના અંબર ચોકડી વિસ્તાર પાસે આવેલા ભીમવાસની શેરી નં.૧, ર અને ૩ના આસામી દ્વારા જામનગર મહાનગરપાલિકા સામે અદાલતમાં દાવો કરાયો હતો અને કાયમી મનાઈહુકમની માગણી કરી જામ્યુકો તેઓનું રહેણાંક મકાન પાડે નહી કે ખાલી ન કરાવે તેમ દાદ મંગાઈ હતી.

આ જગ્યા રેલવે વિભાગની હોવાનું અને તેને ખાલી કરાવવા કોર્પોરેશનને હક્ક ન હોવાનું પણ જણાવાયું હતું. તે દાવામાં જૂના રેલવે સ્ટેશનવાળી જગ્યા જામ્યુકોને સોંપી દેવામાં આવી છે તે બાબતનું ગેઝેટ તથા રેલવે ઓથોરિટીના પત્રકો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ જમીનનો કબજો કરાયો હોય તેવી પરિસ્થિતિમાં જમીન માટે મનાઈહુકમ મળી શકે નહી તેવી દલીલ કરાતા અદાલતે વાદીનો દાવો ખર્ચ સાથે રદ્દ કર્યાે છે. જામનગર મહાનગરપાલિકા તરફથી વકીલ કશ્યપ ત્રિવેદી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh