Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર પંથકની સગીરા પર દુષ્કર્મના ગુન્હામાં સંડોવાયેલા આરોપીનો છૂટકારો

દોઢેક વર્ષ પહેલાં કર્યું હતું અપહરણઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૨૮: લાલપુર પંથકની એક સગીરાનું દોઢ વર્ષ પહેલાં એક શખસે અપહરણ કરી ચાર મહિના સુધી જુદા જુદા સ્થળે લઈ જઈ તે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યાની અને બે શખ્સે મદદગારી કર્યા અંગે ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે દુષ્કર્મ ગુજારનાર આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

લાલપુર પંથકમાં વસવાટ કરતા એક પરિવારની સગીર વયની પુત્રીને મહેન્દ્ર ઉર્ફે અશ્વિન હમીરભાઈ વાઘેલા નામનો શખ્સ ગઈ તા.૪-ર-રપના દિને નસાડી ગયો હતો. તેની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

ઉપરોક્ત ગુન્હામાં તપાસ દરમિયાન પોલીસે આરોપી અશ્વિન ઉર્ફે મહેન્દ્રની ધરપકડ કરી હતી. આ શખ્સે ચારેક મહિના સુધી જુદી જુદી જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાનું ખૂલ્યું હતું અને રાહુલ કરશનભાઈ બેરા નામના શખ્સે આરોપીને મદદ કરી સોડવદળ ગામથી પોતાના સસરાની મોટરમાં પોરબંદર મૂકી આવ્યાની અને ભીમશીભાઈ ખીમાભાઈ ગાગીયાએ બાઈકમાં મહેન્દ્ર તથા સગીરાને મૂકી આવી રોકડ રકમ આપ્યાની વિગત પણ ખૂલી હતી.

ઉપરોક્ત ગુન્હા અંગે પોલીસે બીએનએસની કલમો તથા પોક્સો એક્ટ હેઠળ ચાર્જશીટ કર્યું હતું. ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી મહેન્દ્ર ઉર્ફે અશ્વિન હમીરભાઈ વાઘેલાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ નિર્મળસિંહ એન. જાડેજા, ઓમદેવસિંહ જાડેજા, જે.જે. મુંધવા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh