Advertisement
Author: નોબત સમાચાર

પડાણા પાસે મોટરમાં લઈ જવાતી અંગ્રેજી શરાબની ૫૫ બોટલ કબજેઃ બે ની અટક

જોડીયાના જસાપર પાસેથી ૫૫ ચપલા પકડાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જોડીયાના જસાપર પાસે અંગ્રેજી દારૂનું વેચાણ કરતા એક પરપ્રાંતિયને ૬૪ ચપલા સાથે પકડી પાડયો છે, પડાણા નજીક મોટરમાંથી ૫૫ બોટલ કબજે કરાઈ છે. દિગ્જામ સર્કલ પાસેથી બે ચપલા સાથે સ્કૂટર ચાલાક મળી આવ્યો છે. મચ્છરનગરમાંથી એક શખ્સ ૧૫ ચપલા સાથે ઝડપાયો છે.

જોડીયા તાલુકાના જસાપર ગામથી લતીપર તરફ જવાના રસ્તા પર એક શખ્સ ઈંગ્લિશ દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી પરથી જોડીયા પોલીસ સ્ટેશનના સ્ટાફે ગઈકાલે સાંજે પુલ પાસેથી મૂળ મધ્યપ્રદેશના અને અલીરાજપુર જિલ્લાના વતની તેમજ હાલમાં જોડીયામાં અવચરભાઈ પટેલના ખેતરમાં મજુરીકામ કરતા રમેશભાઈ ઢુઢાભાઈ ચૌહાણ ઉર્ફે પાગલાભાઈ નામના શખ્સને ઈંગ્લિશ દારૂના ૬૪ ચપલા સાથે પકડી પાડયો છે. દારૂ તેમજ મોબાઈલ મળી કુલ રૂા. ૧૨,૩૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામનગરના મચ્છરનગર નજીક વસવાટ કરતા સોઢા પ્રદ્યુમનસિંહ દશરથસિંહ નામના શખ્સને ગઈકાલે સિટી બી ડિવિઝનના સ્ટાફે ઈંગ્લિશ દારૂના ૧૫ ચપલા સાથે પકડી લીધો છે.

જામનગરના દિગ્જામ સર્કલ નજીકથી ગઈકાલે રાત્રે સ્કૂટર પર જતા રાજેશ સુખલાલ સીતાપરા નામના શખ્સને રોકી પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂના બે ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા તથા સ્કૂટર કબજે કરી રાજેશની ધરપકડ કરી છે.

જામનગર-ખંભાળીયા રોડ પર પડાણા ગામ નજીકથી ગઈકાલે સવારે પસાર થતી એક મોટરને મેઘપર પોલીસે રોકી ચેક કરતા તેમાંથી ઈંગ્લિશ દારૂની ૫૫ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ, મોટર સહિત રૂા. ૫,૨૭,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી જામનગરના પુનીત નગરવાળા ગીરૂભા ઈન્દ્રજીત સિંહ જાડેજા, જયદિપસિંહ દિલીપસિંહ જાડેજાની ધરપકડ કરી છે. આ શખ્સોએ ચોટીલાના અજય આહિરનું નામ આપ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh