Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસ્થાના પ્રમુખના હસ્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાવાયો
જામનગર તા. ૨૮: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ૮૦મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સવારે ૯ કલાકે ધીરૂભાઈ અંબાણી વાણીજ્ય ભવન, સુભાષ બ્રિજ પાસે, જામનગરમાં ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમ્યાન સંસ્થાના પ્રમુખ રમણીકભાઈ અકબરીના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી.ધ્વજ વંદન પછી ઉપસ્થિત સૌએ એક સૂરે રાષ્ટ્રગીત 'જન ગણ મન' ગાન કરી દેશના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને 'વંદે માતરમ્' ના નારા લગાવી વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું.
સંસ્થાના પ્રમુખ રમણીકભાઈ અકબરીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે આઝાદી આપણને સરળતાથી મળી નથી, અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓના બદિદાનથી આજે આપણે આઝાદ ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ. ૧૫મી ઓગષ્ટ એ માત્ર રાજકીય સ્વાતંત્ર્યની ઉજવણીનો દિવસ નથી, પણ આત્મમંથન કરવાનો દિવસ છે.આપણે ૧૯૪૭માં ક્યાં હતા, આજે ક્યાં ઊભા છીએ અને ૨૦૪૭ સુધીમાં દેશને ક્યાં પહોંચાડવો છે તેનો વિચાર કરીને આગળ વધવાનો આ ઉત્સવ છે. આત્મનિર્ભર ભારત સ્થાનિક ઉત્પાદનો અને 'મેક ઈન ઈન્ડિયા' અભિયાનને વધુ મજબૂત બનાવવું પડશે, તથા નવી ટેકનોલોજી બદલાતા સમય સાથે ડિજિટલ માધ્યમો અને ગ્રીન ટેકનોલોજી તરફ આગળ વધી વેપાર-ઉદ્યોગને ગ્લોબલ સ્તરે લઈ જવો. રોજગાર ક્ષેત્રે યુવા પેઢીને સ્થાનિક સ્તરે જ નવી તકો અને રોજગાર પૂરા પાડવા. પર્યાવરણ જતન 'સ્વચ્છ ભારત' અભિયાન, જળ સંચય અને 'એક પેડ માંકે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી ભવિષ્ય માટે હરિયાળો વારસો તૈયાર કરવો.
આ વર્ષે પણ વહેવારીયા સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જામનગર ચેમ્બર દ્વારા વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને સ્મૃતિ સ્વરૂપે ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ચેમ્બર પ્રમુખ રમણીકભાઈ અકબરી, ઉપપ્રમુખ અજેશ પટેલ, માનદ મંત્રી કૃણાલ શેઠ, માનદ સહમંત્રી ભાવિક ધોળકીયા, માનદ સંપાદક કેયુર ખટ્ટર, તત્કાલિન પૂર્વ પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મેતા તથા કારોબારી સભ્યો, વિવિધ વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ, ખાસ નિમંત્રિતો, મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને નાગરિકો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મેતા તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial