Advertisement
Author: નોબત સમાચાર

છોટીકાશીમાં રક્ષાબંધનના પર્વે રોનકઃ ધમધમતી રાખડી બજારઃ ઉમંગભેર ઉજવણી

મુલાયમ દોરામાં બંધાયેલો બંધુ-ભગિનિનો પ્રેમ તથા રક્ષણ અને વિશ્વાસનો ત્રિવેણી સંગમ...

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં રક્ષાબંધન પર્વની આજે પરંપરાગત. ઉજવણી થઇ રહી છે. પંચાગ અનુસાર પૂનમ તિથિ સવારે ૯:૫૦ કલાકે પૂર્ણ થઇ જતી હોવાથી શાસ્ત્ર અનુસાર પર્વની ઉજવણી કરવામાં  માનતા લોકોએ વહેલી સવારથી રાખડી બાંધવાની શરૂઆત કરી દિધી હતી. બહેનોએ ભાઈઓનાં કાંડે રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા. નાના ભૂલકાઓએ પણ રક્ષાબંધન ઉજવી સાંસ્કૃતિક પરંપરાઓનું વહન કર્યું હતું. રક્ષાબંધનને લઇને રાખડી બજારમાં પણ ગઈકાલથી જ રોનક જોવા મળી રહી હતી. પરંપરાગત ઁ,સ્વસ્તિકનાં ચિહ્નોવાળી  અને ગણેશજીની  મુખાકૃતિઓવાળી ડિઝાઇનવાળી રાખડીઓ ઉપરાંત જર્મન સિલ્વરની રાખડીઓ તથા બાળકો માટેની કાર્ટૂન કેરેક્ટર્સવાળી અને લાઇટવાળી રાખડીઓએ આકર્ષણ જગાવ્યું હતું. રેડક્રોસ સોસાયટીનાં બહેનો દ્વારા કાલે જામનગરનાં કલેક્ટર  પી.બી.પંડ્યાને રાખડી બાંધવામાં આવી હતી. સમગ્ર હાલારમાં આજે રક્ષાબંધન પર્વ ઉત્સાહસભર ઉજવાઇ રહૃાું છે.

શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવાતો રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેના સુખ, સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય તથા ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે. બીજી તરફ ભાઈ બહેનને જીવનભર સાથ અને રક્ષણ આપવાનો સંકલ્પ કરે છે.

રાખડી માત્ર રંગબેરંગી દોરો નથી. તેમાં બહેનનો પ્રેમ, વિશ્વાસ, લાગણી અને ભાઈ માટેની શુભેચ્છાઓ બંધાયેલી હોય છે. ભાઈના કાંડા પર બંધાતું આ નાનકડું રક્ષાસૂત્ર જીવનભરના સંબંધને વધુ મજબૂત બનાવે છે.

આજના આધુનિક અને વ્યસ્ત જીવનમાં પણ રક્ષાબંધનનો તહેવાર પરિવારને એકસાથે લાવવાનો અવસર બને છે. દૂર રહેતા ભાઈ-બહેન પણ આ દિવસે એકબીજાને યાદ કરે છે. કોઈ રૂબરૂ મળીને રાખડી બાંધે છે તો કોઈ અંતરના અંતર છતાં લાગણીના દોરાથી જોડાયેલો રહે છે.

રક્ષાબંધનનો સંદેશ માત્ર ભાઈ-બહેનના સંબંધ પૂરતો મર્યાદિત નથી. સમાજમાં એકબીજાના સન્માન, સુરક્ષા અને સહયોગનો ભાવ જળવાઈ રહે તે પણ આ પર્વનો મહત્ત્વપૂર્ણ સંદેશ છે. ખાસ કરીને દરેક મહિલાની સુરક્ષા અને સન્માન માટે સમાજના દરેક વ્યક્તિએ જવાબદારી નિભાવવી જોઈએ.

રક્ષાબંધન આપણને યાદ અપાવે છે કે સંબંધોની સાચી તાકાત મોંઘી ભેટોમાં નહીં, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને મુશ્કેલીના સમયે એકબીજાની સાથે ઊભા રહેવામાં રહેલી છે. આ પવિત્ર પર્વે દરેક ભાઈ પોતાની બહેનના સન્માન અને સુરક્ષાનો સંકલ્પ કરે અને દરેક બહેન ભાઈના સુખ-સમૃદ્ધિ માટે હ્ય્દયપૂર્વક પ્રાર્થના કરે એ જ રક્ષાબંધનના પર્વની સાચી ઉજવણી છે. પ્રેમના રેશમી દોરાથી બંધાયેલા સંબંધો સદા અતૂટ રહે અને દરેક પરિવારના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રસરેએવી શુભકામનાઓ સાથે સૌને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh