Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવાનોમાં હાર્ટ એટેકનું ચિંતાજનક પ્રમાણ
જામનગર તા. ૨૮: જામનગરના ગોકુલનગર વિસ્તારમાં વસવાટ કરતા એક પરપ્રાંતીય યુવાનને ગયા સોમવારે હૃદયરોગનો હુમલો આવ્યા પછી તેઓનું ગઈકાલે સારવારમાં મૃત્યુ થયું છે.
જામનગરના ગોકુલનગર નજીકના પાણાખાણ વિસ્તારમાં વસવાટ કરતા તોતારામ બલુભાઈ સરોજ (ઉ.વ.૩૫) નામના યુવાન ગયા સોમવારે સવારે પોતાના રહેણાકના સ્થળે હતા ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતા તેઓને સારવાર માટે સમર્પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના નાનાભાઈ અજુભાઈ બલુભાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી છે. ઉલ્લેખનિય છે કે જામનગર સહિત હાલારમાં નાની વયના વ્યક્તિઓને હાર્ટ એટેકના વધતા જતાં પ્રમાણ વચ્ચે એક યુવાનનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial