Advertisement
Author: નોબત સમાચાર

ચાંદીબજારમાં મહિલા સાથે રિક્ષાચાલકે કરી ગેરવર્તણુંક

મામલો પોલીસ મથકે લઈ જવાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરમાં ચાંદી બજારમાં ગઈકાલે સાંજે એક રિક્ષાચાલકનું એક મહિલા સાથે ગેરવર્તન કરતા મામલો પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો. એકઠા થયેલા ટોળા વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ધસી આવ્યા હતા. તેઓએ લોકોની રજૂઆત સાંભળી હતી. પોલીસ ટીમ પણ આવી હતી.

જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં ગઈકાલે સાંજે ખરીદી માટે આવેલા એક મહિલા સાથે એક રિક્ષાચાલકે કરેલી કહેવાતી છેડતીના પગલે હોબાળો મચી ગયો હતો. આ વેળાએ ચાંદી બજારમાં ટોળા એકઠા થયા હતા.

તે દરમ્યાન જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી પણ આવી પહોંચ્યા હતા. તેઓની સમક્ષ રજૂઆત કરાયા પછી મામલો પોલીસ મથકે લઈ જવાયો હતો. બનાવની જાણ થતાં પોલીસ પણ ધસી આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh