Advertisement
Author: નોબત સમાચાર

સિવિલ પેન્શનર્સ એસો. દ્વારા અમદાવાદમાં દેખાવો

૧૧ માંગણી સાથેનું આવેદન પાઠવાયુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: ફોરમ ઓફ સિવિલ પેન્શનર્સ એસોસિએશન-ગુજરાતના બેનર હેઠળ અને નેશનલ કોઓર્ડીનેશન ઓફ પેન્શનર્સ એસો. એ આપેલ આહવાન મુજબ અમદાવાદમાં દેખાવો યોજવામાં આવ્યા હતા. મોદી સરકારની કામદાર અને પેન્શનર્સ વિરોધી નીતિને ધ્યાનમાં રાખીને સિનિયર સિટીઝનોને આંદોલનની ફરજ પડી હતી.

તા. ૧૯ ઓગષ્ટના સવારે ૧૧ થી ૧૧:૩૦ દરમ્યાન દેખાવો કરવામાં આવ્યા હતા. અને ૧૧ માંગણીઓ સાથેનું આવેદનપત્ર વડાપ્રધાનને મોકલવામાં આવ્યું હતું.

આ આંદોલનને ગુજરાત પેન્શનર્સ સમાજના મંત્રી જે.જે. દરજી અને ઓલ ઈન્ડિયા સ્ટેટ ફેડરેશનના વાઈસ પ્રેસિડેન્ટ ભરત પટેલે ટેકો જાહેર કર્યો હતો.

સર્કલ સેક્રેટરી મનુભાઈ ચનીયારા અને રાજ્યના આગેવાનો, સભ્યોની હાજરીમાં આગામી તા. ૧૭,૧૮ અને ૧૯ સપ્ટેમ્બરના કુલ ત્રણ દિવસના ધરણાં અમદાવાદમાં યોજાશે.

ગુજરાત પેન્શનર્સ સમાજના ભરતભાઈ પટેલ, જે.જે. દરજી, ઠાકોરભાઈ પાટણવાડીયા, યુ.કે.નાયર, પી.પી.ગામી, એસ.પી. પટેલ, બી.એમ.માળી, જયંતિભાઈ પંચાલ, એન.એમ. પટેલ, એન.જે. દેસાઈ, એમ.એમ. સૈયદ, જી.જે. કોરી, કે.કે. બારોટ વગેરે જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમ મનુભાઈ ચનીયારાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh