Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માર મારી રિક્ષાચાલકનો હાથ ભાંગી નખાયોઃ
જામનગર તા. ૨૮: જામનગરના રણજીતસાગર રોડ પર દસેક દિવસ પહેલા એક રિક્ષાચાલકે રોડની સાઈડમાં રિક્ષા ઊભી રાખી મુસાફર ઉતાર્યા પછી રિક્ષા પાછી વાળતા પાછળથી સ્કૂટરમાં ધસી આવેલા બે શખ્સે ગાળો ભાંડી માર મારવા ઉપરાંત હાથ ભાંગી નાખતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના કીસાનચોક વિસ્તારમાં વસવાટ કરતા રિક્ષાચાલક દિપેશ ભરતભાઈ જોઈસર ગઈ તા. ૧૭ ના દિને સાંજે રણજીતસાગર રોડ પર પેટ્રોલપંપ નજીક રિક્ષામાંથી મુસાફરને ઉતારી રિક્ષા વાળતા હતા ત્યારે સફેદ રંગનું એકસેસ ધસી આવ્યું હતું.
તેમાંથી ઉતરેલા કાળા ટીશર્ટ તેમજ સફેદ ટીશર્ટ વાળા બે શખ્સે ગાળો ભાંડી ફડાકા ઝીંકવા ઉપરાંત ઢીકાપાટુથી માર માર્યો હતો, જેમાં કાળા ટીશર્ટવાળા શખ્સે ચાવીથી આંખ પાસે ઈજા પહોંચાડી હતી.
આ હૂમલામાં દીપેશભાઈ નો હાથ ભાંગી જતા તેઓને સારવારમાં ખસેડાયા છે. તેઓએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial