Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડઃ પીજીવીસીએલ કચેરીના નિવૃત્ત કર્મચારીનો વિદાયમાન સમારોહ

સાંસદ, ધારાસભ્યની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

ભાણવડ તા. ર૮: ભાણવડ પીજીવીસીએલ કચેરીના કર્મચારી અરજણભાઈ ગાગણિયા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો વિદાયમાન સમારોહ યોજાયો હતો.

આ સમારોહમાં સાંસદ પૂનમબેન માડમ તથા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મૂળુભાઈ બેરાએ ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કરી અરજણભાઈ ગાગલિયાની ફરજનિષ્ઠાને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.

વિદાય લઈ રહેલા અરણજભાઈએ તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની જગ્યાએ કર્મચારીની નિમણૂક નહીં થાય ત્યાં સુધી તેઓ વિનામૂલ્યે ફરજ બજાવશે.

આ સમારોહમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા, આહિર સમાજના અગ્રણી ભીખુભાઈ વારોતરિયા, તાલુકા આહિર સમાજના પ્રમુખ સાજણભાઈ રાવલિયા, ન.પા. પ્રમુખ પ્રિયેશ અનડકટ, તા.પં. પ્રમુખ, એડવોકેટ વી.એચ. કનારા, પીજીવીસીએલના અધિકારીઓ, કર્મચારીઓ, આગેવાનો હાજર રહ્યા હતાં. આ સમારોહના આરંભે કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh