Advertisement
Author: નોબત સમાચાર

નીટ-૨૦૨૬ની પરીક્ષા અન્વયે લાગુ કરાયેલા પ્રતિબંધાત્મક આદેશો

આગામી તા. ૩૦મી ઓગષ્ટે યોજાનાર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: નેશનલ બોર્ડ ઓફ એકઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ દ્વારા ૩૦ ઓગસ્ટે જામનગરમાં નીટ-૨૦૨૬ની પરીક્ષા યોજાનાર છે, જે સંદર્ભે જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિમલ ચૌધરીએ આ પરીક્ષાકેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા કે ગેરકાયદેસર મંડળીઓ રચવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. કોપીયર મશીનો દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા(સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીનધારકો માટે આ પરીક્ષાકેન્દ્રોની આસપાસ ૩૦ ઓગસ્ટના સવારે ૮.૩૦ થી બપોરના ૧.૦૦ વાગ્યા સુધી તેમના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો તથા અન્ય કોઇ દસ્તાવેજી કાગળોની નકલો કાઢવા પર પણ પ્રતિબંધ રહેશે.પરીક્ષાકેન્દ્રોમાં મોબાઇલ ફોન, ઇલેકટ્રોનિક સાધનો, કેલ્કયુલેટર, ઇલેકટ્રોનિક વોચ કે અન્ય અનધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરવા પર અને લાઉડ સ્પીકર વગાડવા પર પાબંદી રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh