Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પ્રગતિશીલ યુવક મંડળ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની કરાઈ ઉજવણી

ફિઝિયોથેરાપીમાં ગોલ્ડ મેડાલિસ્ટ મહિલા તબીબના હસ્તે ધ્વજ વંદન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરમાં વોર્ડ નં. ૧૦, ભોઈ વાડામાં પ્રગતિશીલ યુવક મંડળ દ્વારા ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ૧૫મી ઓગષ્ટે કરવામાં આવી હતી.

ભોઈ સમાજના દીકરી અને ફિઝિયોથેરાપીમાં ગોલ્ડ મેડાલીસ્ટ ડો. દેવીકા હરેન્દ્રભાઈ જેઠવાના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ દામજી રામજી મહેતા ચોકમાં યોજવામાં આવ્યો હતો.

સૌ પ્રથમ રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને તિરંગાને સલામી આપવામાં આવી હતી. ત્યાર પછી રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતોની સુરાવલી રેલાવી વાતાવરણ સંગીતમય બની ગયું હતું અને દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યાર પછી ચોકલેટ તથા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યાર પછી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં માજી મેયર હસમુખભાઈ જેઠવા અધ્યક્ષસ્થાને રહ્યા હતા. પૂર્વ કોર્પોરેટર પાર્થભાઈ જેઠવા, નિલેશભાઈ, આશિષભાઈ, વિમલ જેઠવા, હરેન્દ્ર જેઠવા, મયુર દાઉદીયા, ભારત જેઠવા, પાર્થ કુંભારાણા, શંભુ ચુડાસમા, દિવ્યેશભાઈ દાઉદીયા, મીનાક્ષીબેન, ભાનુબેન, નિલાબેન, હેતલબેન જેઠવા અને મંડળના કાર્યકર્તા, ફાયરના જવાનો, હોમગાર્ડઝ જવાનો તથા અગ્રણી ભાઈઓ/બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ કુંભારાણા દ્વારા કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh