Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના કોઈ યાત્રી નેપાળમાં ફસાયા નથીઃ કલેક્ટર

કંટ્રોલરૂમમાં કોઈ ફરિયાદ નથી, છતાં તંત્ર સતર્કઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: નેપાળમાં પૂરના પ્રકોપથી ભારે તારાજી સર્જાઈ છે, જો કે જામનગર જિલ્લાના કોઈ યાત્રી નેપાળમાં ફસાયેલ નથી તેમ જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ જણાવ્યું છે.

આ અંગે કોઈપણ વ્યક્તિ દ્વારા પોતાના સગા-સંબંધી નેપાળમાં ફસાયા હોવાની માહિતી કંટ્રોલ રૂમને આપી નથી. આમ છતાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેમજ (૦ર૮૮) રપપ૩૪૦૪ નંબર જાહેર કરાયો છે.

વહીવટી તંત્રએ જામનગરના નાગરિકોને અપીલ કરી છે કે પોતાના કોઈ સગા ત્યાં ફસાયા હોય તો આ ટેલિફોન નંબર ઉપર જાણ કરવી.

ઉપરાંત આરટીઓ દ્વારા પણ ૩ર ઓપરેટરોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેમની પાસેથી પણ માહિતી મેળવાઈ છે. જેમાં એવું જણાયું છે કે જિલ્લામાંથી કોઈ બસ-નેપાળ ગઈ નથી.

આમ છતાં જો કઈની ફરિયાદ મળશે તો જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની મદદ કરવામાં આવશે તેમ પણ જિલ્લા કલેક્ટરે ઉમેર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh