Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભરતપુરની જમીન અંગેની અપીલ રદ્દઃ
જામનગર તા. ૨૮: જામનગરના હિમતનગર રોડ પર આવેલી એક દુકાન ખાલી કરાવવા કરાયેલો દાવો નામંજૂર થતાં અપીલ કરાઈ હતી. તે અપીલ નામંજૂર રખાઈ છે. જ્યારે ભાણવડના ભરતપુરની ખેતીની જમીન અંગેની પણ અપીલ દ્વારકા કલેક્ટરે રદ્દ કરી છે.
જામનગરની જી.જી. હોસ્પિટલ પાછળ હિમતનગર રોડ પર પ્રાણલાલ છગનલાલ દોશીએ પોતાની દુકાન ધીરજલાલ જેરામભાઈ પટેલને ભાડે આપ્યા પછી તે દુકાન ખાલી કરાવવા અદાલતમાં દાવો કર્યાે હતો. ભાડુતે ગેરકાયદે બાંધકામ તથા ગેરકાયદે પ્રવૃત્તિ કરી હોવાનું જણાવાયું હતું.
આ દાવો ચાલી જતાં અદાલતે દાવાને નામંજૂર રાખ્યો હતો. તે હુકમ સામે વર્ષ ૨૦૧૮માં પ્રાણલાલ દોશીએ અપીલ નોંધાવી હતી. તે અપીલ પણ નામંજૂર કરવામાં આવી છે.
ભાણવડના ભરતપુર ગામના ભારાભાઈ ગઢવીએ ભરતપુરની ખેતીની જમીન પોતાની માલિકી તથા કબજા ભોગવટાની છે તેમ જણાવી રીટાબેન વૈષ્ણવ સામે ખંભાળિયા પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરી હતી. તે અપીલ નામંજૂર થતાં દ્વારકા કલેક્ટર સમક્ષ અપીલ કરવામાં આવી હતી. તે અપીલ પણ નામંજૂર કરાઈ છે. બંને કેસમાં મૂળ પ્રતિવાદી તરફથી વકીલ એસ.આર. કણઝારીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial