Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોટલ માલિક સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૨૮: જામનગરના હરિયા કોલેજ રોડ પર એક હોટલમાં બાળ શ્રમિકને નોકરી પર રાખવામાં આવતા શ્રમ અધિકારીએ તેને ત્યાંથી મૂક્ત કરાવી હોટલ માલિક સામે પોલીસમાં ગુન્હો નોંધાવ્યો છે.
જામનગરની સરકારી શ્રમ અધિકારીની કચેરીના સ્ટાફ દ્વારા ગઈકાલે કરવામાં આવેલા પેટ્રોલીંગમાં હરિયા કોલેજ રોડ પર એક હોટલમાં બાળ શ્રમિકને મજુરીકામે લગાડવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી.
તે બાતમીના આધારે આર્યા એસ્ટેટ નજીક ઓવર બ્રિજ પાસે હોટમાં ચકાસણી કરાઈ હતી જેમાં લાલજીભાઈ રવજીભાઈ લામકા નામના આસામીની હોટલમાંથી ૧૪ વર્ષથી નીચેની વયનો એક શ્રમયોગી મળી આવતા તેને ત્યાંથી મૂક્ત કરાવી શ્રમ અધિકારી ડી.ડી. રામીએ ખુદ ફરિયાદી બની લાલજીભાઈ સામે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial