Advertisement
Author: નોબત સમાચાર

મોટરમાં યુવાનનું અપહરણ કરી મોબાઈલ તથા રોકડની લૂંટના એક આરોપીના જામીન

ઓનલાઈન ચેટીંગ એપથી થયો હતો સંપર્કઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરના દરેડ ગામના એક યુવાનનો ઓનલાઈન ચેટીંગ એપથી પરિચય કર્યા પછી એક શખ્સે પોતાના ત્રણ સાગરિતને સાથે રાખી આ યુવાનનંુ મોટરમાં અપહરણ કર્યું હતું અને રૂા.૭૪ હજારના મુદ્દામાલની લૂંટ કરાઈ હતી. આ ગુન્હામાં એક આરોપીની જામીન અરજી મંજૂર કરાઈ છે.

જામનગર નજીકના દરેડ ગામમાં રહેતા ભીખાલાલ ભોજાભાઈ ઉર્ફે રણમલભાઈ નામના યુવાનનો પરિચય ઓનલાઈન ચેટીંગ એપ મારફતે રવિરાજ નામના શખ્સ સાથે થયા પછી રવિરાજે કાવતરૂ રચી પોતાના ત્રણ મિત્રને સાથે રાખી ભીખાલાલને દડીયા ગામ પાસે બોલાવ્યા હતા.

ત્યાંથી ભીખાલાલને મોટરમાં બેસાડી દઈ બેભાઈના ડુંગર પાસે લઈ જવાયા હતા અને રવિરાજ તથા તેના મિત્રોએ છરી, ધોકા બતાવી રૂા.૧ લાખની માગણી કરી હતી. પૈસા આપવાની ના પાડતા ભીખાલાલને ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપવા ઉપરાંત રૂા.૧પ હજારનો મોબાઈલ, રૂા.૧ હજાર રોકડા અને એટીએમથી ભીખાલાલના ખાતામાંથી રૂા.પ૮ હજાર ઉપાડી લેવાયા હતા. કુલ રૂા.૭૪ હજારની લૂંટ અંગે ભીખાલાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત ગુન્હામાં પોલીસે તપાસ દરમિયાન વિરેન્દ્રસિંહ હરીસંગ રાઠોડ ઉર્ફે વિરૂ સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી પૈકીના વીરેન્દ્રસિંહે જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે તેને રૂા.રપ હજારના જામીન પર મુક્ત કરવા હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ નયન કનખરા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh