Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે
ખંભાળિયા તા. ર૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લામાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, સૌની યોજનાના પાણીથી ડેમો ભરવા, ઘાસચાર અને અન્ય માંગો સાથે લડતો ચાલે છે. આજે કોંગ્રેસ દ્વારા દ્વારકાધીશને જંગી રાખડી પહેરાવી વિરોધ વ્યક્ત કરાયો છે, ત્યારે આમ આદમી પાર્ટીના રાજ્ય અધ્યક્ષ ઈશુદાન ગઢવી કે જેમનું વતન ખંભાળિયા છે, તેમણે તા. ર૯-૮-ર૦ર૬ થી ખંભાળિયામાં અનીશ્ચિતકાળના ધરણાં ઉપર ઉતરવાની જાહેરાત કરી છે.
તેમણે માંગ કરી છે કે તાકીદે સરકાર આ વિસ્તારો દ્વારકા, જામનગર, પોરબંદર, અમરેલી અને તથા ગુજરાતને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે સૌની યોજનાનું પાણી જરૂર હોય ત્યાં છોડે તથા આ વિસ્તારોના ખેડૂતોના વીજબીલ માફ કરે અને વિનામૂલ્યે ઘાસચારો આપે તેવી માંગ કરી છે.
તેમણે સરકાર પર પ્રહારો કરતા જણાવેલ કે નિયમ મુજબ દુષ્કાળ જાહેર કરવો જોઈએ, પણ કરાતો નથી ખેડૂતનો પાક ફેઈલ જવાની સ્થિતિ છતાં સૌની યોજનાનું પાણી આપવામાં નથી આવતું. ઘાસચારાની પણ ગંભીર સમસ્યા હોય, તેમણે અચોક્કસ અને અનિશ્ચિત સમયના ધરણાં પર ઉતરવાની જાહેરાત તા. ર૯-૮-ર૦ર૬ થી કરતા રાજકારણ ગરમાયું છે તથા રાજકારણની ગરમીનું કેન્દ્ર હવે ખંભાળિયા બનશે તેમ જણાય છે. કેમ કે કોંગ્રેસ દ્વારા પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અનેક કાર્યક્રમો દ્વારકા જિલ્લામાં જ થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial