Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ સ્થળેથી વરલીબાજની ધરપકડઃ
જામનગર તા. ૨૮: જામનગરના સુભાષ શાક માર્કેટ તથા પાંચ હાટડી વિસ્તરમાંથી પોલીસે બે શખ્સને ક્રિકેટનો સટ્ટો રમતા પકડી પાડ્યા છે, જ્યારે મોટી ખાવડી, જામજોધપુર શહેર, પાટણ ગામ તથા દરેડ જીઆઈડીસી ફેસ-૩માંથી વરલીબાજ મળી આવ્ય છે.
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં પાંચહાટડી પાસે ગઈકાલે બપોરે એક શખ્સ પોતાના મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડયો હતો.
ત્યાંથી સેટેલાઈટ સોસાયટીમાં રહેતો મુસ્તકીમ નઝીરભાઈ લુસવાલા નામનો શખ્સ મોબાઈલમાં એક આઈ ડી પરથી ભારત તથા શ્રીલંકા દેશની ક્રિકેટ ટીમ વચ્ચે રમાતા ટેસ્ટ મેચ પર સટ્ટો રમતો મળી આવ્યો હતો. પોલીસે તેનો મોબાઈલ તથા રૂા. ૧૧૦૦ કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
જામનગરની સુભાષ શાક માર્કેટ પાસે ગઈકાલે બપોરે મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમતા મહંમદહસન સલીમ કાશ નામના શખ્સને પણ પકડી લેવામાં આવ્યો છે .મોબાઈલ તથા રોકડ કબજે કરાયા છે.
જામનગર નજીકના દરેડ પાસે જીઆઈડીસી ફેસ-૩માં ગઈકાલે વરલીના આંકડા લખતા ધર્મેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, ગોલુભાઈ ગંધારવ આદીવાસી નામના બે શખ્સને પકડી લેવાયા છે.
જામજોધપુર શહેરમાંથી રાજુ નાથાભાઈ રબારી, આંબલીના ઝાડ પાસેથી સોહિલ મામદભાઈ રાવકરડા તથા પાટણ ગામમાંથી મુકેશ આંબાભાઈ બારીયા નામના ત્રણ શખ્સ વરલીનું બેટીંગ લેતા મળી આવ્યા છે.
મોટી ખાવડી ગામમાં ગઈકાલે સાંજે વરલીના આંકડા લખતા મુકેશ મોતીભાઈ વાજા નામના શખ્સને પકડી લેવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial