Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક યુવાને પોલીસમાં નોંધાવી હતી ફરિયાદઃ
જામનગર તા. ૨૮: જામનગરના બે શખ્સ સામે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા અંગે પોલીસમાં ફરિયાદ કરાયા પછી બંને આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે.
જામનગરના બાઈની વાડી વિસ્તારમાં આંબેડકરનગરમાં રહેતા ગોપાલભાઈ કિશનભાઈ નામના વ્યક્તિએ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ઢીકાપાટુ વડે માર મારવા અંગે અહેમદરઝા મહંમદહુસેન નાઈ તથા મહંમદહુસેન તમાચી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી બંને આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીઓએ જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરતા અદાલતે આરોપીના વકીલ મુસીર મોહસીનભાઈ બ્લોચની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓને જામીનમુક્ત કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial