Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોથી સપ્ટેમ્બરે ર૦મા વર્ષમાં પ્રવેશ
જામનગર તા. ર૮: છોટીકાશી ગણાતા જામનગરમાં છેલ્લા ૧૯ વર્ષથી અવિરત નીકળતી અને આ વર્ષે ૪ સપ્ટેમ્બરે ર૦ મા વર્ષમાં પ્રવેશની શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રાના આયોજનના ભાગરૂપે 'હર ઘરભગવા અભિયાન'નો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી જન્માષ્ટીની સાર્વજનિક શોભાયાત્રાના આયોજનને વધુ ભવ્ય બનાવવા માટે રપ ઓગસ્ટના એક ખાસ બેઠક યોજવામાં આવી હતી, જેમાં શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદ્ગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજના વરદ્ હસ્તે વિશેષ 'ડિજિટલ સેલ્ફી લિંક'નું લોકાર્પણ કરાયું હતું.
આ ગૌરવપૂર્ણ પ્રસંગે શોભાયાત્રા સમિતિના અગ્રણીઓ કિંજલભાઈ કારસરિયા, પ્રો. દિલીપભાઈ આશર, ભીમશીભાઈ પીઠિયા અને કિશનભાઈ વસરા સહિત ખોડલધામ સમિતિના રોહિતભાઈ માધાણી, હાર્દિક વસોયા, ઓમ પાંભરતેમજ વિશ્વ હિન્દુ પરિષદના વિજયભાઈ વોરા અને સનાતન ધર્મના વિવિધ સામાજિક-ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.
આ તકે કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદ્ગુરુ આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજે આજના આધુનિક યુગમાં પ્રચલિત ડિજિટલ માધ્યમોના મહત્ત્વ વિશે ભાર મૂક્યો હતો. તેમણે દરેક શ્રદ્ધાળુઓને ડિજિટલ સેલ્ફી લિંકના માધ્યમથી પોતાની સેલ્ફી સાથેના પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરી ધર્મભાવના સાથે આ શોભાયાત્રામાં જોડાવા આગ્રહ કર્યો હતો. સાથોસાથ 'હર ઘર ભગવા અભિયાન' અંતર્ગત દરેક સનાતની પોતાના પર અને વ્યવસાયિક પ્રતિષ્ઠાનોપર ગૌરવપૂર્વક ભગવો ધ્વજ લહેરાવી ઉત્સવમાં સહભાગી બને તેવું ભાવભર્યું આહ્વાન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial