Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રાન્સપોર્ટ પેઢીની રૂપિયા સવા ત્રણ લાખની ભાડાની રકમ ઓળવી જવા અંગે સુપરવાઈઝર સામે રાવઃ
જામનગર તા. ૨૮: જામનગરના એક વેપારીએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એલ્યુમીનિયમના સ્ક્રેપ અંગેની જાહેરાત જોઈને સ્ક્રેપ ખરીદવા માટે રસ દાખવી જાહેરાતમાં અપાયેલા નંબર પર સંપર્ક કરતા દિલ્હીના એક શખ્સે વાત કરી હતી અને બીજા શખ્સ સાથે પરિચય કરાવ્યો હતો. તે પછી સ્ક્રેેપની ડિલીવરી આપતા પહેલા આરટીજીએસ કરવાનું કહેતા નગરના વેપારીએ ફેડરલ બેંકના એક એકાઉન્ટમાં રૂા. ૨૪,૭૮, ૫૧૪ ટ્રાન્સફર કર્યા હતા. તે પછી પણ સ્ક્રેપ ન મોકલાવાતા અને તે રકમ પણ પરત ન અપાતા છેતરપીંડી અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે જ્યારે એક ટ્રાન્સપોર્ટ પેઢીમાં સુપરવાઈઝરની નોકરી કરતા એક વ્યક્તિએ દસ મહિનામાં એકત્ર થયેલી ભાડાની રૂા. સવા ત્રણ લાખ જેટલી રકમ કંપનીમાં જમા કરાવવાના બદલે પોતાના અને ભાઈના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરની પારસ સોસાટીમાં વસવાટ કરતા અને એલ્યુમીનિયમ સ્ક્રેપના વ્યવસાય સાથે સંકડાયેલા હર્ષભાઈ પરેશભાઈ વેકરીયા નામના આસામીએ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામમાં એક જાહેરાત જોઈ હતી જેમાં ત્રિદેવ રિસાયકલીંગ એલ્યુમીનિયમ સ્ક્રેપના નામથી એક આસામીએ સ્ક્રેપ અંગે વિગતો આપી હતી.
તે જાહેરાતમાં રસ પડતા હર્ષભાઈએ જાહેરાતમાં આપવામાં આવેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતા દિલ્હીનો પંકજ ત્યાગી કોલ પર મળ્યો હતો. તેણે સ્ક્રેપના એજન્ટ તરીકે કામ કરતો હોવાનું કહી ટોની બજાજ નામના અન્ય શખ્સ સાથે સ્ક્રેપ ખરીદવા અંગે વાતચીત કરાવી હતી.
આગળ વધેલી વાતમાં પંકજ તથા ટોની બજાજે એક બેંક એકાઉન્ટમાં આરટીજી એસ કરવાનું કહેતા રૂા. ૨૪,૭૮,૫૧૪ ની રકમનું હર્ષભાઈએ આરટીજીએસ કર્યું હતું તે રકમ ટ્રાન્સફર થઈ ગઈ હોવા છતાં તા. ૧૮ જુલાઈ થી ગઈકાલ સુધી હર્ષભાઈને એલ્યુમીનિયમનો સ્ક્રેપ ડિલીવર કરાયો ન હતો. તેથી તેઓએ પોતાની સાથે છેતરપીંડી કરાઈ હોવાનું માની ગઈકાલે જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ પરથી પીઆઈ એમ.બી.ડાભીએ પંકજ ત્યાગી અને ટોની બજાજ તેમજ ફેડરલ બેંકના જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાયા તે એકાઉન્ટના ધારક વગેરે સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરમાં કાર્યરત અગ્રવાલ મુવર્સ નામની ટ્રાન્સપોર્ટ પેઢીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા મૂળ રાજસ્થાનના કુલદિપસિંઘ નંદસિંઘ નામના કર્મચારી મોટી ખાવડી ગામમાં કંપનીની ઓફિસમાં બેસતા હતા. તેઓએ વર્ષ ૨૦૨૪ના ડિસેમ્બર મહિનાથી વર્ષ ૨૦૨૫ના ઓકટોબર મહિના સુધીમાં ટ્રાન્સપોર્ટ પેઢીમાં ટ્રક ભાડે આપવા તથા લેવાના એકઠા થયેલા રૂા. ૩,૨૨,૫૦૦ કંપનીના ખાતામાં ટ્રાન્સફર કર્યા ન હતા અને તે રકમ પોતાના તેમજ પોતાના ભાઈના એકાઉન્ટમાં ટ્રાન્સ્ફર કરી લીધા હતા.
આ બાબતની કંપનીમાં જાણ થયા પછી આખરે કંપનીના આશિષ રામેશ્વર અગ્રવાલે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએમએસની કલમ ૩૧૬ (૪) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial