Advertisement
Author: નોબત સમાચાર

ભાટિયાનું જાહેર શૌચાલય અત્યંત જર્જરીત હાલતમાં: અકસ્માતની દહેશત

નવું જાહેર શૌચાલય બનાવવા અગ્રણીઓની માંગણી

                                                                                                                                                                                                      

ભાટિયા તા. ર૮: ભાટિયા ગામના બસ સ્ટોપ અને મુખ્ય ગેટની બાજુમંં વર્ષો પહેલા ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ જાહેર શૌચાલયની હાલત અત્યંત જર્જરીત થઈ ગઈ છે. જેની છતના પોપડા પડી રહ્યાં હોવાથી અકસ્માત સર્જાય તેવી ભીતિ લોકોમાં સેવાઈ રહી છે.

ગામના મુખ્ય ગેટ નજીકના વિસ્તાર અને લોકોની સતત અવરજવર રહેતા વિસ્તારમાં શૌચાલય હોવાથી તાત્કાલિક સમારકામ અથવા નવિનીકરણ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

ભાટિયા ગામ તાલુકાનું વેપાર માટે મુખ્ય મથક હોય, અંદાજે ૩૦ થી ૩પ ગામડાઓના લોકો માટે વેપારનું કેન્દ્ર છે. બસ સ્ટોપ અને લોકોની મોટી સંખ્યામાં અવરજવર રહે છે.

ભાટિયા ગામના જાગૃત નાગરિકો રમેશભાઈ નાઘેરા સહિત ૮૦ જેટલા લોકોએ ભાટિયા ગ્રામ પંચાયત, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા મામલતદાર સહિતને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, કોઈ મોટી દુર્ઘટના બને તેની પહેલા હાલનું બાંધકામ દૂર કરી તેની જગ્યાએ નવુ સુવિધાજનક નવું જાહેર શૌચાલય બનાવવાની માંગણી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh