Advertisement
Author: નોબત સમાચાર

વીજચોરી અંગેના ત્રણ કેસમાં એક આરોપીને ત્રણ ગણો દંડ અથવા સજા

ત્રણેય કેસમાં તકસીરવાન ઠરાવાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગર નજીકના ઢીંચડામાં વર્ષ ૨૦૨૧માં બે વખત અને વર્ષ ૨૦૨૨માં એક વખત એક આસામી વીજચોરી કરતા ઝડપાયા હતા તેઓની સામે ત્રણ જુદી-જુદી ફરિયાદો વીજ કંપની દ્વારા નોંધવામાં આવી હતી. વીજચોરીના આ ત્રણેય કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ત્રણેય કેસમાં ત્રણ ગણો દંડ ભરવા અથવા સજાનો હુકમ કર્યો છે.

જામનગર નજીકના ઢીંચડામાં ગઈ તા. ૬-૧-૨૧ તથા ૨૯-૪-૨૨ અને તા. ૯-૯-૨૧ ના દિવસોમાં વીજ કંપનીની ચેકીંગ ટુકડીએ ચકાસણી હાથ ધરી હતી જેમાં અજીતસિંહ હેમતસિંહ જાડેજા નામના આસામીને ત્યાં ચેકીંગ કરાતા આ ઘરમાંથી વીજચોરી મળી આવી હતી.

ત્યાર પછી અજીતસિંહ હેમતસિંહ સામે ઈલેકટ્રીસીટી એકટની કલમ ૧૩૫ હેઠળ ફરિયાદો કરવામાં આવી હતી તે કેસ ચાલી જતાં અદાલતે રજૂ થયેલા પંદર દસ્તાવેજી પૂરાવા અને ૬ સાક્ષીની જુબાની લક્ષ્યમાં લઈ ત્રણેય કેસમાં આરોપીને તકસીરવાન ઠરાવી ત્રણ ગણો દંડ તથા સજા ફટકાર્યા છે. સરકાર તરફથી પી.પી. રાજેશ વસીયર રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh