Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજ સાથે રકમ ચૂકવવા હુકમ થયોઃ
જામનગર તા. ૨૮: જામનગરના એક આસામીએ યુનિટ મર્કેન્ટાઈલ ઈન્ડિયા પેઢીમાં વર્ષ ૨૦૧૮માં ફીક્સ ડિપોઝિટ સ્કીમમાં નાણાનું રોકાણ કર્યા પછી પાકતી મુદ્દતે રકમ ચૂકવવામાં ન આવતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે રકમ ચૂકવવા હુકમ કર્યાે છે.
જામનગરના એક આસામીએ યુનિટ મર્કેન્ટાઈલ ઈન્ડિયા નામની પેઢીના એજન્ટ ધર્મેન્દ્ર માધવજી ભટ્ટી દ્વારા વર્ષ ૨૦૧૮માં પોતાના નાણાનું રોકાણ ફીક્સ ડિપોઝિટ સ્કીમમાં કર્યું હતું તેની મુદ્દત પાકી ગયા પછી પણ રૂા.પ૪,૨૬૨ની ચૂકવણી કરવામાં આવી ન હતી.
આથી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી. પેઢીને નોટીસ પાઠવી ૪૫ દિવસમાં વાંધા જવાબ રજૂ કરવા જણાવાયું હતું. તેમ છતાં પેઢી તરફથી કોઈ હાજર થયું ન હતું. ત્યારપછી ફોરમે રૂા.૫૪,૨૬૨ની રકમ છ ટકાના વાર્ષિક વ્યાજદર સાથે ૬૦ દિવસમાં પુરી રકમ ચૂકવી આપવા યુનિટ મર્કેન્ટાઈલ ઈન્ડિયાને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ સરફરાઝ સીપાઈમોગલ, કરણ વસાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial