Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયાઃ ઠેર-ઠેર સ્વાગત
ખંભાળીયા તા. ૨૮: ખંભાળીયામાં ઈદેમિલાદુન્નબીની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તફાના ૧૫૦૧મા જન્મદિન નિમિત્તે ઈદે મિલાદુન્નબીની ઉજવણી અંતર્ગત ભવ્ય જુલુસનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.
જુલુસમાં શણગારેલા વાહનો સાથે તથા વિશિષ્ટ રીતે બલૂનથી શણગારેલી બાઈકોએ આકર્ષણ જમાવ્યું હતું. મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસમાં નાત-એ-પાક રજૂ કરવામાં આવી હતી. ધાર્મિક નારાઓ લગાવીને પયગંબર સાહેબ પ્રત્યે આદર અને શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી હતી. વિશાળ જુલુસ નીકળતા ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
જુલુસ તેના નિર્ધારીત રૂટ પર ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં નીકળે તે માટે આયોજકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. ખંભાળીયા પો.ઈ. સી.આર. રાણા તથા સ્ટાફ દ્વારા સમગ્ર રૂટ પર બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
જુલુસમાં ખંભાળીયા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હુસેનભાઈ ભોકલ, ઉપપ્રમુખ સૈયદ ડો. અબ્દુલ કાદીરબાપુ, મહંમદ હુસેન ભગાડ, મોહંમદ ચાકી,ઈમ્ચીયાઝખાન લોદીન, નીઝામ જામ, સાહિલ સંધી વગેરે આગેવાનો તથા યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial