Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ૨૫ વર્ષથી ગુગ્ગુલી જ્ઞાતિનો ચાલતો સેવાયજ્ઞ
દ્વારકા તા. ૨૮: શ્રી દ્વારકા ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્ત મહિલા મંડળ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી સમાજસેવાનું અનોખું કાર્ય કરવામાં આવી રહૃાું છે. દ્વારકેશ સારવાર કેન્દ્રના પ્રથમ માળે મહિલાઓ માટે શરૂ કરાયેલો સીવણ વર્ગ આજે અનેક બહેનોને કૌશલ્ય સાથે જોડીને અવિરતપણે કાર્યરત છે. આ સીવણ વર્ગમાં નજીવા ટોકન ચાર્જના માધ્યમથી વિવિધ ઉપયોગી ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. જેમાં ઠાકોરજીના વાઘા, સાડી-પીતાંબર તથા બેડશીટના ફોલ-છેડા, પાષાબંધી સહિતની વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત દોરીમાંથી મોબાઇલ કવર, મોતીમાંથી પર્સ અને બટવા, તેમજ ડ્રેસ, થેલી, થેલા, સાડીના કવર સહિતની વિવિધ ચીજવસ્તુઓ પણ બનાવવામાં આવે છે.
મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવતી આ વસ્તુઓના વેચાણ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી બહેનોને પોતાના હુન્નરને ઉપયોગી સ્વરૂપ આપવાની સાથે આત્મનિર્ભર બનવાની તક મળી રહે. કિશોરીબેન વાયડા અને હસુમતીબેન ઠાકરની ટીમના માર્ગદર્શન હેઠળ આ સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા અઢી દાયકાથી સતત ચાલી રહી છે. મહિલાઓની સર્જનાત્મકતા, કૌશલ્ય અને સેવાભાવને એક મંચ આપતો આ સીવણ વર્ગ દ્વારકામાં મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહૃાો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial