Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરમાં સાયબર ક્રાઈમ અને ડિજિટલ સુરક્ષા અંગે જાગૃતિ તાલીમ શિબિર યોજાઈ

છેતરપિંડીનો ભોગ બનનાર માટે હેલ્પલાઈન નંબર જાહેરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામજોધપુરમાં આંગણવાડી કાર્યકરો માટે 'સાયબર ક્રાઈમ અને ડિજિટલ સુરક્ષા' અંગે જાગૃતિ તાલીમ યોજાઈ હતી. જેમાં ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડીથી બચવા આઈસીડીએસ અને સાયબર પોલીસ દ્વારા માર્ગદર્શન અપાયું હતું.

ડિજિટલ યુગમાં સતત વધતા જતા ઓનલાઇન ફ્રોડ અને સાયબર ક્રાઇમ સામે રક્ષણ મેળવવા તેમજ ગ્રામીણ ક્ષેત્રે સુરક્ષાનું કવચ મજબૂત કરવાના આશયથી જામજોધપુર ખાતે તાલુકાની તમામ આંગણવાડી વર્કરો માટે 'સાયબર ક્રાઇમ અને ડિજિટલ સુરક્ષા' વિષયક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં  આઈસીડીએસ વિભાગ તેમજ સાયબર ક્રાઇમ પોલીસ વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી તમામ કાર્યકરોને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તાલીમ દરમિયાન સાયબર નિષ્ણાતો દ્વારા દૈનિક ડિજિટલ વ્યવહારોમાં રાખવાની થતી સાવચેતીઓ અંગે માહિતી આપતાં જણાવાયું હતું કે, કોઈપણ અજાણી કે શંકાસ્પદ વ્યક્તિ સાથે બેંક ખાતાની વિગતો, એટીએમ કાર્ડ નંબર, પાસવર્ડ કે ઓટીપી ક્યારેય શેર ન કરવો જોઈએ. આ ઉપરાંત સોશિયલ મીડિયા કે મેસેજમાં આવતી અજાણી લિંક્સ, લોટરી લાગ્યાના મેસેજ કે નોકરીની લોભામણી જાહેરાતો પર ક્લિક કરવાથી બચવું તેમજ ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા ડિજિટલ પ્લેટફોર્મ પર 'ટુ-સ્ટેપ વેરિફિકેશન' સક્રિય રાખી અંગત માહિતી અજાણ્યા લોકો સાથે શેર ન કરવા અનુરોધ કરાયો હતો. સાથોસાથ, જો કોઈ વ્યક્તિ સાયબર છેતરપિંડીનો ભોગ બને તો સમય બગાડ્યા વિના તુરંત જ રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરવા અથવા ષ્ઠઅહ્વીષ્ઠિિૈદ્બી.ર્ખ્તદૃ.ૈહ પોર્ટલ પર ઓનલાઇન ફરિયાદ નોંધાવવા તાકીદ કરવામાં આવી હતી.

આંગણવાડી વર્કરો ગ્રામ્ય સ્તરે નાગરિકો સાથે સીધા સંપર્કમાં હોવાથી, તેઓ પોતે ડિજિટલ રીતે સુરક્ષિત બની ગામડાંના છેવાડાના પરિવારો અને ખાસ કરીને મહિલાઓ સુધી આ સાયબર જાગૃતિનો સંદેશ પહોંચાડે તેવું આહવાન અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં તાલુકાના આંગણવાડી વર્કરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh