Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના મેડિકલ કેમ્પસમાં વોર્ડ ઓફિસના બાંધકામ અંગે ભારે વિવાદ

પારકી જમીનમાં બાંધકામ કરતી મનપા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: જામનગરમાં ગેરકાયદે બાંધકામો સામે મહાનગર પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરી પાડતોડ પણ કરવામાં આવે છે, પરંતુ જો મહાનગરપાલિકા દ્વારા જ ગેરકાયદે દબાણ કરી બાંધકામ કરવામાં આવે તો તેની સામે કોણ પગલાં લેશે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવતા ચર્ચા જાગી છે.

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજની પીઆઈયુ હસ્તકની જમીનમાં મહાનગરપાલિકા દ્વારા વોર્ડ ઓફિસ માટેનું બાંધકામ શરૂ કરવામાં આવતા વિવાદ જાગ્યો છે. આ અંગે મેડિકલ કોલેજના ડીનના જણાવ્યા મુજબ આ જગ્યામાં બાઉન્ડ્રી બનાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, તેમજ હાલ આ બાંધકામ અટકાવવા માટે મહાનગરપાલિકાને જણાવાયું છે, અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યની મંજુરી પછી જ બાંધકામ કરવા સૂચન પણ કરાયું છે. હવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, પીઆઈયુ અને મહાનગરપાલિકા સંકલન કરીને આ પ્રશ્નનો ઉકેલ લાવશે.

આમ મેડિકલ કેમ્પસમાં ચાલતા બાંધકામ અંગે વિવાદ જાગ્યો છે, ત્યારે હવે આગામી સમયમાં કોણ, કેવો નિર્ણય લેશે તે ઉપર સૌ કોઈની નજર મંડાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh